તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળ સુરક્ષા:ચિલ્ડ્રન હોમ ફાળવવા CWCની મંત્રીને રાવ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લામાં બાળ સુરક્ષા માટે સરકાર સમક્ષ મદદની ગુહાર

વલસાડ ખાતે આવેલા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી સાથે જિલ્લા બાળ કલ્યાણ સમિતિની બેઠકમાં CWCની ટીમે વલસાડમાં સરકારી ચિલ્ડ્રન હોમ ફાળવવા ભારપૂર્વક અને સંવેદનાસભર રજૂઆતો કરી હતી.

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમાર શનિવારે વલસાડની મૂલાકાતે આવી પહોંચ્યા હતા.દરમિયાન તેમણે અધિકારીઓ સાથે બેઠકો પણ કરી હતી.આ તબક્કે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ કમિટિના ચેર પર્સન સોનલબેન સોલંકી જૈન તથા કમિટિ સભ્યોએ મંત્રી ઇ શ્વરભાઇનુ પૂષ્પગુચ્છથી સન્માન કર્યા બાદ વિશેષ બેઠક યોજાઇ હતી.

જેમાં બાળકોની સુરક્ષા,સલામતી અને વિકાસ માટે પ્રવૃત્તિશીલ કમિટિ ચેરમેન સોનલબેન, સભ્યો પ્રવિણ પટેલ,બ્રિજેશભાઇ,ઉમેશ પટેલ તથા અશરફભાઇ સાથે પરામર્શ કરી બાળકો અંગેની માહિતીથી મંત્રીને વાકેફ કરવામાં આવ્યા હતા.સંજોગોના ભોગ બનતા બાળકોને થાળે પાડવા માટે CWC ચેરમેન સોનલબેને મંત્રી ઇશ્વરભાઇ પરમાર સમક્ષ વલસાડ ખાતે કાયદાના સંઘર્ષમાં આવતા બાળકો,અનાથ બાળકો,સંજોગોના ભોગ બનતા બાળકોની સુરક્ષા અને સુશ્રુષા માટે વલસાડમાં સરકારી ચિલ્ડ્રન હોમની ફાળવણી કરવા રજૂઆતો કરી હતી.જેને મંત્રી ઇશ્વરભાઇએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...