વલસાડ જિલ્લામાં ખાનગી સંસ્થાનોમાં શિક્ષકોને અન્યાય મુદ્દે અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનના ઉપપ્રમુખે સીએમને રજૂઆતો કરી હતી.જેમાં સીએમ કાર્યાલય દ્વારા શિક્ષણ સચિવ વિભાગને નિયમાનુસાર કાર્યવાહી કરવા તાકીદ કરી છે.વલસાડ જિલ્લામાં ખાનગી શાળાના શિક્ષકો અને શૈક્ષણિક પ્રશ્નો અંગે અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠનના ઉપપ્રમુખ વિજય ગોયેલે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં ખાનગી શાળાઓમાં શિક્ષકોને નિયમ મુજબ પગાર આપવામાં આવતો નથી તેવી રાવ કરી છે.
ઉપરાંત શિક્ષકો પાસે બોન્ડ લખાવવામાં આવે છે અને નિયમિત પગાર થતો નથી તેવી રજૂઆત કરવામાં આવી હતી.જેમાં સંચાલક મંડળના આગેવાન સ્વામી કપિલ મહારાજનું પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું તેવું જણાવ્યું હતું.સરકારના ધારાધોરણ મુજબનો શૈક્ષણિક સ્ટાફ લેવામાં આવતો નથી જેને લઇ બાળકોને કોચિંગ વર્ગોમાં મૂકવા પડે છે તેવી રાવ કરાઇ છે.કેટલીક શાળાઓ અમુક સુવિધાઓ ધરાવતી નથી,ડોનેશન જેવી બદી વિગેરે મુદ્દાઓ સાથે મુખ્યમંત્રીને રજૂઆતો કરાતા સીએમ કાર્યાલય ખાતેથી શિક્ષણ સંસ્થાઓને લગતી રજૂઆતો ચકાસીને નિયમાનુસાર કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગના સચિવ કાર્યાલયને એક પત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.