તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રજ્ઞા ચક્ષુ બાળકોના શિક્ષક:વલસાડમાં બ્લાઇન્ડ સ્કૂલમાં વિદ્યાર્થીઓને બ્રેઇન લિપિ વડે અભ્યાસ કરાવતા શિક્ષક રામભાઈ પટેલ

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 35થી વધુ બાળકોને બ્રેઇન લિપિ વડે અભ્યાસ કરાવ્યો
  • એકપણ પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થી અભ્યાસથી વંચિત ન રહે તેવા પ્રયાસો

વલસાડ જિલ્લામાં નેશનલ એસોસિએશન ધ બ્લાઇન્ડની સ્થાપનાથી પ્રજ્ઞા ચક્ષુ બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. વલસાડ જિલ્લાના 35થી વધુ બાળકોને બ્રેઇન લિપિ વડે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. એકપણ પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થી અભ્યાસથી વંચિત ન રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બેંકમાં નોકરીની સાથે પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા21 વર્ષની ઉંમરે અકસ્મિત રીતે ચક્ષુ ગુમાવી દિવ્યાંગ બનેલા રામુભાઈ પટેલે મુંબઇ ખાતે પ્રજ્ઞા ચક્ષુ શાળામાં ટ્રેનિંગ મેળવી હતી. બ્રેઇન લિપિ અને ટેલી કોલરની ટ્રેઇનિંગ મેળવ્યાં બાદ વલસાડની બેંકમાં ટેલિકોલર તરીકે નોકરી મેળવી હતી. બેંકમાં નોકરી સાથે પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થીઓની ચિંતા કરીને બેંકની જોબ સાથે રોજ 2 કલાક પ્રજ્ઞા ચક્ષુ બાળકોને અભ્યાસ કરાવતા હતા.

પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવાનો વર્ષોથી પ્રયાસવલસાડમાં નેશનલ ધ બ્લાઇન્ડ સંસ્થાની સ્થાપના કરી હતી. સંસ્થામાં પ્રજ્ઞા ચક્ષુ બાળકોને અભ્યાસ કરાવતા કરાવતા 35થી વધુ પ્રજ્ઞા ચક્ષુ બાળકોને ગ્રેજ્યુએટ બનાવ્યાં છે. તેમજ સાથે સંસ્થામાં અભ્યાસ કરતા બાળકોને ઇતર પ્રવૃતિઓ શીખવાડી પ્રજ્ઞા ચક્ષુ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવાનો વર્ષોથી પ્રયાસ પણ સાથે કરી રહ્યા છે. રામુભાઈએ વલસાડ જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં રહેતા બ્લાઇન્ડ બાળકોને સ્વમાન ભેર જીવન આપવા યથાર્થ પ્રયાસો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...