ધરમપુર અને કપરાડાની વર્ષો જૂની પાણીની સમસ્યા દૂર કરીને અસ્ટોલ જૂન પાણી પુરવઠાના વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખાતે આગામી 10 જૂને આવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારની અનેક વિકાસના કામોની યોજનાઓ લોકો સમજી શકે અને તેનો યોગ્ય લાભ લઇ શકે તે માટે વલસાડ જિલ્લાના ધરમપુર અને ઉમરગામ તાલુકાના લોકોને કાર્યક્રમમાં જોડાવા માટે ગામના અગ્રણીઓ અને આગેવાનોને તેમજ સ્થાનિક લોકોને પૂર્વ મંત્રી રમણલાલ પાટકર દ્વારા મહોલ્લે મહોલ્લે બેઠક યોજી આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે.
10 તારીખના રોજ ચીખલીના ખુડવેલ ખાતે વડાપ્રધાનના કાર્યક્રમની તડામાર તૈયારી નવસારી ખાતે ચાલી રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા અને લોકો વડાપ્રધાનની વિકાસલક્ષી તમામ યોજનાઓથી માહિતગાર થાય તે માટે ધરમપુર અને ઉમરગામના સ્થાનિક લોકો અને BJPના કાર્યકરોને નવસારીના ખુડવેલ ખાતે યોજાનારા કાર્યકમમાં લોકોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. વાપી GIDC, દમણ, સેલવાસ સહિતની GIDCમાં કામે જતા કામદારોને પણ વિકાસના કામોની માહિતી મળે તે માટે ખાસ આહ્વાહન કરવામાં આવ્યું છે.
વાપી, ઉમરગામ, સરીગમ, સેલવાસ અને દમણ GIDCમાં કામ કરતા કામદારોને પણ સરકારની વિકાસલક્ષી યોજનાઓનો લાભ મળી રહે તે માટે કામદારોને કાર્યક્રમમાં જોડાવા આહ્વાહન કરવામાં આવ્યું છે. રમણલાલ પાટકરના આયોજન હેઠળ કામદારો અને સ્થાનિક લોકોને નવસારી કાર્યક્રમમાં લઈ જવા માટે 155 જેટલી બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આશા વર્કર, તલાટી સહિતના કર્મચારીઓની મદદ લઈને લાભાર્થીઓ અને યોજનાના ઇચ્છુક લાભાર્થીઓને યોજનાનું સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે તે માટે વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.