તહેવારની અસર:રક્ષાબંધન પૂર્વ વલસાડની બજારમાં ખરીદી માટે ચહલપહલ વધતા વેપારીઓના ચહેરા પર ચમક જોવા મળી

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષ બાદ બજારમાં ગ્રાહકોની ચહલપહલ વધતા વેપારીઓને સારા વેપારની આશા

વલસાડ શહેરના બજારોમાં રક્ષાબંધન અને મોહરમના પર્વ નિમિત્તે શહેરના બજારોમાં લોકોની ચહલપહલ વધુ જોવા મળી હતી. વલસાડ શહેરમાં મોહરમ અને રક્ષાબંધન પર્વની રોનક જેવી રોનક સમગ્ર વર્ષ દરમ્યાન રહે તેમ ઇચ્છી રહ્યા છે.

વલસાડ શહેરના બજારો છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મંદીની માર ઝીલી રહેલા વેપારીઓમાં રક્ષાબંધન અને મોહરમ પર્વને લઈને શુક્રવારે સવારથી શહેરના મુખ્ય બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી. રક્ષાબંધન પર્વને લઈને બહેનોની મોટી સંખ્યામાં ભાઈની સુરક્ષા માટે રાખડી ખરીદવા રાખડીઓની દુકાનમાં અને મીઠાઈની દુકાનોમાં ભીડ જોવા મળી હતી. જ્યારે ભાઈએ બહેનની પસંદગીના કપડાં સહિતની વસ્તુઓ ખરીદવા બજારમાં ઉમટી પડ્યા હતા.

શહેરમાં કાપડ બજાર, મોબાઈલ શોપ, રાખડીઓની દુકાનો અને મીઠાઈની દુકાનો સહિતની દુકાનોમાં ગ્રાહકોની ચહલપહલ વધતી જોઈને વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. દુકાનોમાં ફેસ માસ્ક સહિતના તમામ નિયમોનું પાલન થતું પણ જોવા મળ્યું હતું. ચાલુવર્ષે વેપારીઓ બજાર ગ્રહકોથી ધમધમતું રહે તેમ ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...