તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, આજે વાપીમાં દોઢ, વલસાડમાં એક ઈંચ વરસાદ

વલસાડ3 મહિનો પહેલા
  • વાપી નગરપાલિકાના પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી

વલસાડ જિલ્લામાં ચોમાસાની ધીમી ગતિએ શરૂઆત થઈ રહી છે. જિલ્લામાં 25 જુનના રોજ ધીમી ગતિએ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન વાપીમાં 1.5 ઇંચ અને વલસાડમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈને વાપીના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેમાં વાપી નગર પાલિકાની પ્રી મોંશુનની કામગીરીની પોલ ખુલી હતી. વાપી સેલવાસ રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જ્યારે ખેડૂતો ખેતીની વાવણીના કામમાં વ્યસ્થ બન્યા છે. વરસાદ થતાં સ્થાનિક લોકોને ગરમીમાં રાહત મળી હતી.

જિલ્લામાં આજે બે કલાકમાં વાપીમાં દોઢ ઈંચ, વલસાડમાં એક ઈંચ અને કપારાડામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે વાપીના કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. વાપી સેલવાસ મુખ્ય માર્ગ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...