ખેલૈયાઓની મજા બગડી:વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ, વાપીમાં ધોધમાર વરસાદ ખાબક્યો

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વાપી સહિત જિલ્લાના છુટા-છવાયાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વાપીના રસ્તાઓના ખાબોચિયાઓમાં પાણી ભરાયા હતા. વાપીમાં ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા. ડાંગર તૈયાર થવાની તૈયારીમાં હોવાથી ખેડૂતો થોડા મુંઝવણમાં મુકાઈ ગયા છે.

વરસાદનાં પગલે આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી
રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. જેને લઈને વલસાડ જિલ્લાના હવામાનમાં પલટો આવ્યો હતો. વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વાપી સહિત જિલ્લામાં છુટા-છવાયાં વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વાપી તાલુકામાં ધોધમાર વરસાદ પડતાં વાહનો થંભી ગયા હતા. રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ભારે ચિંતા પ્રસરી હતી. એક તરફ 2 વર્ષ બાદ ખેલૈયાઓને છૂટથી નવરાત્રિ માણવા મળી રહી છે. ત્યારે બીજી તરફ વરસાદ પડતાં ખેલૈયાઓમાં ભારે ચિંતાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...