તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ, કપરાડામાં ધોધમાર વરસાદ

વલસાડ3 મહિનો પહેલા

વલસાડ જિલ્લામાં ત્રણ દિવસના વિરામ બાદ આજે કપરાડા તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા લોકોએ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો. તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.

વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વરસાદે વિરામ લીધો હતો. લોકો ત્રણ દિવસથી આકરી ગરમીનો સામનો કરી રહ્યા હતા એવામાં આજે કપરાડા અને આસપાસના વિસ્તારમાં ફરી મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી હતી. કપરાડામાં ધોધમાર વરસાદ વરસતા લોકોએ ગરમીમાં રાહતનો અનુભવ કર્યો હતો. તો ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...