• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Rainy Weather In South Gujarat Including Valsad, Thundershowers In Dharampur Following The Forecast Of The Meteorological Department In The State.

વાતાવરણમાં પલટો:રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, ધરમપુરમાં ગાજવીજ સાથે વરસાદ

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદના કારણે ડાંગરના પાક પર નભતા ખેડૂતોને રાહત મળી

રાજ્ય હવામાન વિભગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસમાં વરસાદની આગાહી આપી હતી. જેને લઈને વલસાડ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસાદ પડ્યો હતો. ધરમપુરના એસટી ડેપો રોડ સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ડાંગરના પાક ઉપર નભતા ખેડૂતોને રાહત મળી હતી.

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસરને લઈને રાજ્ય હવામાન વિભગની ટીમે દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના કેટલાક વિસ્તરોમાં વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેને લઈને વલસાડ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને ધરમપુર એસટી ડેપો રોડ સહિત નીચાણવાળા વિસ્તરોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. વરસાદી પાણી ભરાવને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં વરસાદ પડ્યો હતો. ડાંગરની અને શાકભાજીની ખેતી ઉપર નભતા ખેડૂતોને રાહત મળી હતી.

અન્ય સમાચારો પણ છે...