તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ; ઉમરગામમાં 6 ઇંચ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદરમાં 3 ઇંચ વરસાદ

વલસાડ/જૂનાગઢ/ભાવનગર/મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણ ગુજરાતમાં વરસાદને પગલે રેસ્ક્યુ ટીમ તૈનાત. - Divya Bhaskar
દક્ષિણ ગુજરાતમાં વરસાદને પગલે રેસ્ક્યુ ટીમ તૈનાત.
  • ભાવનગર જિલ્લામાં વલ્લભીપુર, ઉમરાળા, મહુવામાં 2 ઇંચ જેટલો વરસાદ
  • ઉત્તર ગુજરાતમાં બાયડ, ખેડબ્રહ્મા, પ્રાંતિજમાં 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. બુધવારે વલસાડ, વાપી, ઉમરગામમાં સવારે ભારે વરસાદ થયો હતો. ઉમરગામમાં બુધવારે પણ 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદરમાં 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લામાં વલ્લભીપુર, ઉમરાળા, મહુવામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં બાયડ, ખેડબ્રહ્મા, પ્રાંતિજમાં 2 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. સાંબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા વગેરે સ્થળે પણ છૂટા છવાયા ઝાંપટા પડ્યા હતા. ગુરુવારે પણ વરસાદની આગાહી છે.

ક્યાં કેટલો વરસાદ

ઉમરગામ6 ઇંચ
વાપી4 ઇંચ
માંગરોળ3 ઇંચ
વલસાડ2 ઇંચ
બાયડ2 ઇંચ
જાફરાબાદ3 ઇંચ
વેરાવળ2 ઇંચ
અમરેલી2 ઇંચ
ભાવનગર2 ઇંચ
મહુવા2 ઇંચ
માધવપુર2 ઇંચ

અન્ય સમાચારો પણ છે...