તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:જિલ્લામાં વિધિવત ચોમાસા પૂર્વે વરસાદી માહોલ

વલસાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પારડીમાં 15 મિમી,વાપી 48 મિમી,ઉમરગામ 16 મિમી,ધરમપુર 15 વરસાદ

કેરળમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયા બાદ હવે મુંબઇ અને ત્યારબાદ વલસાડ જિલ્લામાં ચોમાસાની દસ્તક થઇ રહી છે.છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો જોવા મળ્યા બાદ બુધવારે જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો.કપરાડા તાલુકામાં 2 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા પાણી્ પાણી થઇ ગયા હતા.જ્યારે પારડી,વાપી,ઉમરગામ,વલસાડ અને ધરમપુર તાલુકામાં પણ અડધો અડધો ઇંચ વરસાદ વરસતા ચોમાસું બેઠું હોય તેવા વાતાવરણની અનુભૂતિ સર્જાઇ હતી.

સામાન્ય રીતે રાજ્યમાં 15 16 જૂનથી પરંપરાગત રીતે ચોમાસું બેસે છે તેવી માન્યતા છે.ઘણીવાર તેમાં આગળ પાછળ થતાં જૂનના પ્રથમ સપ્તાહમાં પણ ચોમાસાનું આગમન થતું હોય છે.જો કે આ વર્ષે પણ પ્રિમોન્સુન જોવા મળ્યું છે.બે દિવસથી હવામાનમાં પલટો આવતા જિલ્લામાં છુટો છવાયો વરસાદ થતાં ચોમાસું વહેલું બેસવાના સંકેત મળ્યા હતા.તેમાં બુધવારે જિલ્લાના તમામ 6 તાલુકામાં વરસાદ વરસતાં ગરમાટાથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી.

અન્ય સમાચારો પણ છે...