ખેડૂતો ખુશ:વલસાડ, ધરમપુર, કપરાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા

વલસાડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્તમાન વર્ષે ચોમાસાનું કેરળમાં 1 જૂને આગમન થવાની છડી પોકારાઇ રહી છે ત્યારે વલસાડ જિલ્લામાં વિવિધ સ્થળોએ મધરાતે 2.30 વાગ્યાના સુમારે અચાનક વાતાવરણમાં ફેરફાર નોંધાયો હતો.દરમિયાન જિલ્લાના ધરમપુર અને કપરાડા સાથે વલસાડ તાલુકામાં પણ સવારે 7 વાગ્યાના સુમારે કમોસમી વરસાદના હળવા છાંટણા થતાં વાતાવરણમાં ટાઢક પ્રસરી ગઇ હતી,પરંતુ કેરી બેડવાની કામગીરી હજી બાકી હોવાના પગલે આંબાવાડીના ખેડૂતો ટેન્શનમાં મૂકાઇ ગયા હતા.શનિવારે મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી નોંધાતાં ભારે ગરમાટા સાથે બફારો સર્જાયો હતો.જોકે  સવાર બાદ દિવસભર આકાશ સ્વચ્છ રહેતા ખેડૂતોએ હાશ્કારો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...