તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાત ઉપર ફરી ઘા:તાઉતેની ખાનાખરાબી બાદ વરસાદની હાથ તાળી: પાણીના અભાવે 90 ટકા ખેડૂતોની વાવણી ખોરંભે, ધરતી પુત્રોના માથે ચિંતાના વાદળ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં ચાલૂ વર્ષે 2021માં ખેડૂતો માટે પડતા પર પાટુ પડી રહ્યું છે. તાઉતે વાવાઝોડાએ જૂનમાં ખાનાખરાબી સર્જ્યા બાદ હવે કુદરત રૂઠી હોય તેમ વરસાદે પણ હાથ તાળી આપતાં ધરતીપુત્રોના ખરીફ પાક સામે સંકટ સર્જાયું છે. જૂનમાં વાવણી લાયક વરસાદના પગલે ખેડૂતોએ ડાંગર સહિત ખરીફ પાકનું વાવેતર શરૂ કર્યું પરંતું વરસાદ બંધ થઇ જતાં ખેડૂતો આકાશ તરફ મીટ માડીને બેઠા છે.

18મેના રોજ તાઉતે વાવાઝોડાએ વિનાશ સર્જતા 6 હજાર હેકટર આંબાવાડીઓને નુકસાન પહોંચ્યું હતું. આ વાવઝોડાએ કેરીના ખેડૂતોની આર્થિક કમ્મર તોડી નાખી હતી. હવે વરસાદ ખેંચાતા બીજો ઘા થયો છે. પરંતું હવે વરસાદ ખેંચાતા ખરીફ પાકનું વાવેતર ફક્ત 14200 હેકટરમાં જ થઇ શક્યું છે. હવામાનનો મિજાજ જોતા સારા ચોમાસાની આશા લગાવી બેઠેલા ધરતીપુત્રોના માથે વાદળો ઘેરાયા છે. જૂનમાં મેઘરાજાની કૃપાને લઇ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં વરસાદ વાવણી લાયક રહ્યો હતો તે વિસ્તારના ખેડૂતોએ ધરૂવાડિયું નાંખવાની શરૂઆત કરી દીધી હતી.પરંતુ જૂનના છેલ્લા સપ્તાહથી ઉનાળો શરૂ થયો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. વરસાદના કોઇ સંકેત ન મળતા ખેડૂતો આકાશમાં નજર માડી વરસાદની કામના કરી રહ્યા છે.

ડાંગર અને ધાનની વાવણી ખોરંભે પડી
ચાલૂ વર્ષે હજી 90 ટકા ખેડૂતોની વાવણી વરસાદના અભાવે બાકી રહી ગઇ છે.જો કે વરસાદની રાહ જોઇ રહ્યા છે.વરસાદ થતાં જ વાવણીની આગળની કામગીરી શરૂ કરી દેવાશે..> મોહનભાઇ પટેલ,વલસાડ,જૂજવા

વરસાદ થવાની આશા સેવાઇ રહી છે
ચોમાસુ 17 જૂનથી સમયસર શરૂ થયું હતું અને ચાલૂ માસ દરમિયાન 10 ઇંચથી વધુ વરસાદ પણ પડ્યું હતું.ત્યારે ડાંગરની મુખ્ય પાકની વાવણી શરૂ થઇ ગઇ હતી.પરંતું વરસાદ ખેંચાયું છે એટલે વાવણીનું કામ અટકી ગયું છે.વરસાદ થશે તેવી આશા સેવાઇ રહી છે એટલે પાકનું વાવેતર લંબાયુ છે. > એમ.એમ.પટેલ,જિ.ખેતીવાડી અધિકારી

તાલુકો 3 વર્ષમાં વાવેતર હેકટરમાં- 2020-21નું અત્યાર સુધીનું

વલસાડ172352995
પારડી123141570
વાપી4459570
ઉમરગામ128921221
ધરમપુર222493154
કપરાડા323254690
કુલ10147414200

3 જૂલાઇ સુધી કુલ 14200 હેકટરમાં થયું વાવેતર

તાલુકોડાંગરધાન્યતુવેરઅડદકઠોળતેલિબિયાશાકભાજીઘાસ
ધરમપુર12054210203102077240240
કપરાડા205585145045030105260255
પારડી89503607040060145
ઉમરગામ995058453504840
વલસાડ140504504051200270345
વાપી350080502004030
કુલ6905127341813302651829181055

​​​​​​​11 જુલાઇ સુધી વરસાદ નહિ, ખેડૂતોએ પૂર્વ તૈયારી રાખવી
​​​​​​​આગામી 11 જુલાઇ સુધીમાં વરસાદની શક્યતા નહિવત છે, આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. દૈનિક તાપમાનમાં મહત્તમ 34 ડિગ્રી અને લધુત્તમ 28 ડિગ્રી આસપાસ રહેશે. આવા સંજોગોમાં અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડાંગર પકવતા ખેડુતોને જણાવ્યું કે, ધરૂ વાડીયામાં પુરતો ભેજ જળવાય રહે તેવી વ્યવસ્થા કરી લેવી. ધરૂની રોપણી હાલ પુરતી અટકાવવી. ધરૂ પાકટ થઇ ગયું હોય અને પીળુ પડી ગયું હોય તેમજ રોપણી માટે યોગ્ય ન લાગતુ હોય તેવા સંજોગોમાં ખેડુતોને ડેપોગ પધ્ધતિથી ઓછા વિસ્તારમાં ધરૂ વાડિયું બનાવવા પગલાં લેવા જોઈએ. ધરૂવાડિયા માટે ટુંકી મુદત્તે પાકતી જાતોનું બિયારણનો ઉપયોગ કરવો હિતાવહ છે.

અન્ય સમાચારો પણ છે...