તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન પલટો:જિલ્લામાં ફરી વરસાદી ઝાપટાં, કેરીના પાક માટે ચિંતા, મ‌‌ળસ્કે અને દિવસ દરમિયાન વરસાદી છાંટણા તો ક્યાંક રિમઝિમ

વલસાડ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંબાના ઝાડ ઉપર બચેલો 10 ટકા કેરીના પાક ઉતારવા ખેડૂતો જોતરાયા

વલસાડ જિલ્લામાં કેરીના મુખ્ય પાકને તાઉતે વાવાઝોડામાં નુકસાન પહોંચ્યા બાદ જૂનના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં વારેઘડીએ પલટો થઇ રહ્યો છે.ચાલૂ વર્ષે મોન્સુન 15 જૂન સુધીમાં બેસવાની આગાહી વચ્ચે જૂન માસના પ્રથમ સપ્તાહથી જ હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળ્યા છે.વાદળો છવાતા વરસાદી છાંટણા તો ક્યાંક રિમઝિમ થતાં ચોમાસાના વહેલા આગમનની આગાહીને અનુમોદન મળી રહ્યુ હોવાની અનુભૂતિ લોકોમાં વર્તાઇ રહી છે.સોમવારે પણ રાત્રિ દરમિયાન વલસાડ સહિતના વિસ્તારોમાં રિમઝિમ થઇ હતી.

જ્યારે ધરમપુર કપરાડા વિસ્તારોમાં પણ છાંટણા થયા હતા.વાપી વિસ્તારમાં વાદળો ઘેરાયા હતા.દિવસ દરમિયાન આકાશ વાદળછાયું બન્યું હતું.ગ્રામ્ય વિસ્તારની પટ્ટી ઉપર કાળા ડિબાંગ વાદળો છવાતા છાંટણા થયા હતા.પરિણામે કેરીના ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.સીઝન પૂરી થવા જઇ રહી છે ત્યારે હવે 10 ટકાથી પણ ઓછો પાક ઉતારવા ખેડૂતો જોતરાયા તેમાં વરસાદી માહોલમાં ફરી અડચણો આવી રહી છે.

સિઝન લંબાવવાની હતી પરંતું વરસાદ અવરોધરૂપ બન્યો
વલસાડ જિલ્લામાં ચાલૂ વર્ષે કેરીના 3 ફાલના કારણે સીઝન લંબાવાની શક્યતા હતી,પરંતુ કેેરીનો પાક તૈયાર થતા જ તાઉતે અને વરસાદી માહોલે અવરોધ ઉભો કરતા ખેડૂતોને આ વર્ષે આર્થિક ઉપજમાં અપેક્ષા મુજબનો લાભ મળ્યો ન હોવાની રાવ ઉઠી છે.

88 ટકા ભેજથી વાતાવરણમાં ઉકળાટ
જિલ્લામાં સોમવારે મહત્તમ તાપમાન 30 ડીગ્રી નોંધાયું હતું.જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહ્યું હતું.જો કે હવામાં ભેજનું પ્રમાણ 88 ટકા સુધી પહોંચી ગયું હતું.વાદળિયું હવામાન અને છુટાછવાયા ઝાપટાં સાથે બફારો અને ઉકળાટ રહ્યો હતો.

વરસાદથી ખેડૂતોએ ડર વચ્ચે બાકી 10 ટકા કેરી બેડવાનું શરૂ કર્યુ

જિલ્લામાં કેરી સિઝન વચ્ચે વરસાદની એન્ટ્રીથી ખેડૂતો ચિંતાતુર બન્યા
જિલ્લામાં વલસાડી આફુસનો પાક મોડો આવ્યો હોવાથી વાપી-પારડી વિસ્તારમાં કેરીના ખેડૂતોએ હાલમાં પોતાની વાડીઓમાં અંતિમ તબક્કાની કેરીઓ બેડી રહયા છે.જેને એપીએમસીમાં આપવા માટે તૈયારીઓ કરતાં જોવા મળી રહી છે.પરંતુ સોમવારે સવારે વાપી,પારડી વિસ્તારમાં વરસાદનું આગમન થયુ હતું. વરસાદી માહોલના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા હતાં. પલસાણાના ખેડૂત હર્ષદભાઇ દેસાઇએ જણાવ્યુ હતું કે આટલા વર્ષોમાં આ પહેલુ વર્ષ છે જયાં ખેડૂતોને ચારેતરફથી માર પડયો હોય. પાક ઓછા વચ્ચે વાવાઝોડાથી કેરી ખરી પડી હતી. ખેડૂતોના પુરતા ભાવો મળ્યા ન હતાં. હવે કેરી સિઝનના અંતિમ તબક્કમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. જેથી ખેડૂતોની હાલત વધુ કફોડી બની રહી છે. ખેડૂતોમાં દોડધામ મચી ગઇ છે.

આ વખતે સૌથી વધારે કેરીઓ ખરાબ નિકળી
આ વર્ષે રોહિણી નક્ષત્ર 33 વર્ષ પછી જુનમાં આવ્યુ છે. દર વર્ષે મે માસમાં આ નક્ષત્ર સાથે કેરીનો પાક તૈયાર થઇ જાય છે. તીઘરના ખેડૂત ગીરીશભાઇ દેસાઇએ જણાવ્યુ હતું કે વરસાદના કારણે ડાઘા પડતાં આ વર્ષે સૌથી વધારે કેરીઓ ખરાબ નિક‌ળી રહી છે. ખેડૂતોની હાલત દયનીય બની છે.

અન્ય સમાચારો પણ છે...