તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:વર્ષાના ચઢાવ ઉતાર:2019માં 125 અને 2015માં માત્ર 58.86 ઇંચ

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ચેરાપૂંજી ગણાતો કપરાડા તાલુકો વરસાદમાં સૌથી ટોચે {એકંદરે સારો વરસાદ છતાં ધરમપુર કપરાડા પાણી વિના તરસ્યા

વલસાડ જિલ્લામાં વર્ષોથી વધુ વરસાદ પાછળ કુદરતી વાતાવરણ અને જંગલ વિસ્તારોનું અસ્તિત્વ મહત્વનું પાસું રહ્યું છે.વલસાડ જિલ્લામાં 2013થી 2020 દરમિયાન સૌથી વધુ સરેરાશ 125 ઇંચ વરસાદ 2019ની સાલમાં થયો હતો. જ્યારે સૌથી ઓછો 58.86 ઇંચ સરેરાશ વરસાદ 2015ના વર્ષ દરમિયાન થતાં ખેતી અને પીવાના પાણીની ભારે તકલીફનો લોકોને સામનો કરવો પડ્યો હતો.

છેલ્લા 8 વર્ષ દરમિયાન સરેરાશ સારો વરસાદ ખેડૂતો અને લોકો માટે આશીર્વાદરૂપ રહ્યો છે. જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં 8 વર્ષમાં મહદઅંશે સારો વરસાદ રહ્યો છતાં આ બંન્ને તાલુકામાં પાણીની સમસ્યાનો અંત આવતો નથી.કપરાડા તાલુકામાં ખડકાળ ધરતી,ડુંગરો અને ઉંચાઇ ધરાવતો વિસ્તાર છે.જેને લઇ પાણીનો સંંગ્રહ થઇ શકતો નથી.કપરાડામાં 125 ઇંચ વરસાદ છતાં પાણી માટે નવ નેજાં પાણી ઉતરે છે. જિલ્લામાં 6 તાલુકામાં 2109માં સૌથી વધુ 125 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે સૌથી ઓછો 58 ઇંચ વરસાદ 2015ની સાલમાં પડયો હતો.2013થી 2020 દરમિયાન 2015માં સૌથી ઓછો અને 2019માં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

ધરમપુર માટે પણ રાજ્ય સરકાર મોટી યોજના સાકાર કરશે
ધરમપુર તાલુકામાં પણ એકંદરે સારો વરસાદ થાય છે.છતાં પણ પાણીની મોટી તંગી છે.અહિંની નદીઓનું પાણી ઔરંગા,પાર થઇને સમુદ્ર તરફ વહી જાય છે.જેના કારણે પાણીનો સંગ્રહ કરવો મુશ્કેલ છે.જેટલું પાણી વિવિધ ચેકડમો,ચેકડેમ કમ કોઝવેમાં સંગ્રહિત થાય છે તે ઉનાળા પહેલા વપરાય જાય અથવા ખાલી થઇ જાય છે.જેને લઇ ધરમપુર તાલુકા માટે સરકાર બીજી મોટી યોજના સાકાર કરવા તરફ આગળ વધી રહી છે.

કપરાડામાં 100થી 125 ઇંચ વરસાદ છતાં 585 કરોડની એસ્ટોલ યોજના
ગુજરાતનુું ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિને લઇ વરસાદી પાણી ખડકો અને ડુંગરો પરથી વહી જાય છે.ડુંગરોના ઢોળાવ ઉપર મોટી વસતી ખેતી પણ કરે છે.પરંતું વરસાદ સારો થતાં નાગલી,ડાંગર,રાગી જેવા ધાન્યોનો પાક લઇ શકાય છે,પરંતુ આ તાલુકામાં પાણી્નો સંગ્રહ થઇ શકતો નથી.જે પાણી સંગ્રહ થાય છે તે ઉનાળા પહેલા સૂકાઇ જાય છે.ચેકડેમો,કોઝવે પણ પાણી વિનાના થાય છે.આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે 585 કરોડની પાણીની એસ્ટોલ યોજના પર 2018થી કામ થઇ રહ્યું છે,પણ હજી યોજના અધુરી છે.

ગ્લોબલ વોર્મિંગથી ‌વૈશ્વિક હવામાન પર અસર થઇ
દ.ગુ.માં કુદરતી ભૌગોલિક સ્થિતિને જોતાં સમુદ્ર પટ્ટી અને જંગલ વિસ્તારના કારણે સારો વરસાદ થાય છે.પરંતું અમુક વર્ષોમાં વરસાદની અછત સર્જાય છે.ગ્લોબલ વોર્મિંગના કારણે વૈશ્વિક હવામાન પર અસર પહોંચી છે.જેની અસર વરસાદની સિસ્ટમ ઉપર પડે છે. વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાનો માહોલ બદલાયો છે. > જયેશ નાયક, હવામાન શાસ્ત્રી

જિલ્લામાં 2013થી 2020 સુધી વરસાદનો ગ્રાફ ઇંચમાં

તાલુકો20132014201520162017201820192020
વલસાડ127.1281.8458.269.8487.688.8112.8886.68
પારડી115.2482.0856.296.8881.9281.36115.3262
વાપી--82.3659.76105.2109.9279.44137.2473
ઉમરગામ99.6461.0852.96104.6885.7690.6810091
ધરમપુર106.8874.3258.3698.52106.298.9212281
કપરાડા126.8488.8467.68124.96133106.68161.2890
અન્ય સમાચારો પણ છે...