વિટંબણા:જિલ્લાના પાસધારકો, મુસાફરો માટે જીવાદોરી રૂપ 4 ટ્રેન શરૂ કરવા રેલવે અનિર્ણિત

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચનું પ્રતિનિધિ મંડળ ધારાસભ્યને મળ્યું, 50 હજારથી વધુ પાસ હોલ્ડરો મુશ્કેલીમાં

વલસાડ-સુરત વચ્ચે રોજીરોટી માટે દૈનિક આવજા કરતાં જિલ્લાના 50 હજારથી વધુ પાસધારકો તથા હજારો રોજિંદા મુસાફરો હવે કોરોના કેસો ઓછાં થઇ જતાં બંધ થયેલી મેમુ સહિતની 4 લોકલ પેસન્જર ટ્રેનો ચાલૂ કરવા માગ ઉઠી છે.આ મામલે તાલુકાના 5 ગામના સરપંચ પ્રતિનિધિ મંડળે વલસાડના ધારાસભ્યના નિવાસ સ્થાને પહોંચી આ ટ્રેનો તાત્કાલિક શરૂ કરવા રાવ કરી છે.

કોરોના મહામારીનું જોર હળવું થતાં રેલવે તંત્ર દ્વારા તબક્કાવાર રીતે ટ્રેનો શરૂ કરવામાં આવી છે.સ્પે.હોલિડે ટ્રેનોનું જોર વધુ જોવા મળી રહ્યું છે.કોરોનાકાળને લઇ અગાઉ વલસાડ જિલ્લાના સુરત અને ઉમરગામ વચ્ચે રોજીરોટી માટે અપડાઉન કરતાં પાસધારકો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો માટે જીવાદોરી સમાન લોકલ,મેમુ સહિતની 4 ટ્રેન હજી બંધ રહેતાં આ તમામ મુસાફરો કાગડોળે રાહ જોઇ રહ્યા હોવા છતાં ચાલૂ કરવામાં આવતી નથી.જેના કારણે રોજીરોટી ગુમાવવાનો વારો આવ્યો છે.આ સ્થિતિ વચ્ચે લોકો જે તે ગામના સરપંચો સમક્ષ ઉભરો ઠાલવી રહ્યા છે.

ગ્રામજનો અને તેમના સંતાનોની નોકરી,અભ્યાસ અને રોજિંદી મુસાફરી કરવી અઘરી બનતા લોકલ ટ્રેનો ચાલૂ કરવા સરપંચોને ફરિયાદ કરાતા ડુંગરી,જોરાવાસણ,રોલા,છરવાડા અને ધરાસણા ગામના 5 સરપંચો જિતેશ મોહનભાઇ પટેલ, વિક્રમભાઇ, રાજેશભાઇ, મહેશભાઇ જયેશભાઇ, બાલુભાઇ જિતેન્દ્ર ધનસુખભાઇ સહિતનાઓએ આ વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલના નિવાસ સ્થાને પહોંચી આ લોકલ ટ્રેનો હજી કેમ ચાલૂ કરવામાં આવતી નથી તે મુદ્દે વિધાનસભામાં રજૂઆતો કરવા માગ કરી હતી.લોકલ ટ્રેનો જીવાદોરી સમાન હોવાથી સરપંચોએ જૂના ભાડાના દરે અને સિઝન ટિકિટના પણ જૂના દરે મુસાફરી કરી શકાય તેવી અગાઉની જેમ વ્યવસ્થા ચાલૂ કરવા માગ કરી છે.

એઆરએમ અને રેલ મંત્રીનો સંપર્ક કર્યો
ધારાસભ્ય ભરત પટેલને ફરિયાદના પગલે વલસાડ ડિવિઝન રેલવેના એઆરએમ ત્યાગીનો સંપર્ક કર્યો હતો.જેમને ધારાસભ્યએ હજારો મુસાફરો માટે ઉપયોગી ટ્રેનો અને સવારે 6.10 વાગ્યે જતી વલસાડ વિરમગામ પેસેન્જર તાત્કાલિક ચાલૂ કરવા પત્ર પાઠવ્યો છે.બાદમાં તેમણે સુરત કેન્દ્રિય રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષને રજૂઆતની ફાઇલ આપવા ગયા હતા.

આ ટ્રેનો બંધ છે જે હજુ સુધી ચાલુ થઇ નથી
વલસાડથી 04.10 વાગ્યે ઉપડતી મુંબઇ-વિરમગામ { વલસાડથી 06.10 વાગ્યે ઉપડતી અમદાવાદ પેસેન્જર {વલસાડ થઇ સવારે 7.50 વાગ્યે ઉપડતી સંજાણ મેમુ {વલસાડથી 11.15 વાગ્યે ઉપડતી વિરાર-સુરત મેમુ

​​​​​​​શટલ સાઇડિંગ પ્રશ્ન,બે સ્ટોપેજ વધારો
વિરાર ભરૂચ શટલ ટ્રેન સવારે વલસાડથી 07.40 વાગ્યે ઉપડીને મરોલી અડધો કલાક સુધી સાઇડિંગ પર કરી દેવાતાં નોકરિયાતો મોડા પહોંચે છે.જેને લઇ નોકરીનો સવાલ ઉભો થઇ રહ્યો છે.આ ટ્રેન સુરત ખાતે સવારે 9 પહોંચે છે. શટલને જોરાવાસણ અને અંચેલીમં સ્ટોપેજ આપવા માગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...