તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદની લાગણી:વલસાડમાં રેલવે કર્મીનો ડીએ વધારવાના નિર્ણયને આવકાર

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઇ

કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓના ડીએમાં 11 ટકાનો વધારો કરવા નિર્ણય લેતા વલસાડ રેલવે મજદૂર સંઘ દ્વારા આ પગલાંને આવકારવામાં આવ્યો છે.જેનાથી રેલ કર્મીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.આ નિર્ણયથી રેલ કર્મચારીઓને ખુબ મોટી રાહત થશે.

1 જાન્યુઆરી 2020થી 17 ટકા પર ફ્રીઝ કરી દેવામાં આવેલા ડીએ 11 ટકા વૃધ્ધિ કરી 28 ટકા કરવા કેન્દ્રએ નિર્ણય કર્યો છે.રેલવે યુનિયનો દ્વારા આ અંગે જુલાઇમાં જાહેરાત કરવા સરકાર સમક્ષ રજૂઆતો કરાઇ હતી.જો કે ડીએ 28 ટકાની ઘોષણા સાથે 1 જાન્યુઆરી 2020થી એરિયરની જાહેરાત ન થતાં એનએફઆઇઆરના રાષ્ટ્રિય મહામંત્રી દ્વારા પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.કેન્દ્ર્ સરકારે ડીએમાં 11 ટકાની વૃદ્ધિ સાથે 28 ટકા કરવાના નિર્ણયને વલસાડમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે હર્ષપૂર્વક બિરદાવ્યો હતો. આ નિર્ણયથી રેલવે કર્મચારીઓમાં આનંદની લાગણીની સાથે જ રેલવે ઉપર વધુ વિશ્વાસ જાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...