કોરોના અપડેટ:રસીના બંને ડોઝ લીધા છતાં રેલવે કર્મીનું કોરોનાથી મોત

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લામાં વધુ 3 કેસ નોંધાયા, 5 દર્દી સાજા થયા

વલસાડ જિલ્લામાં મક્કમ ગતિએ કોરોનાના કેસ વધી રહ્યા છે.બીજી લહેર બાદ સપ્ટેમ્બરથી કોરાનાએ ફરી માથું ઉંચક્યું હતું.જેને લઇ અત્યાર સુધી જિલ્લામાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 31 પર પહોંચી ગઇ છે.ગુરૂવારે વલસાડ રેલવે લોકોશેડમાં ફરજ બજાવતા અને મોગરાવાડીમાં રહેતા એક 53 વર્ષીય દર્દીનું ઓક્સિજન લેવલ ડાઉન થઇ જવા સાથે સુગર પણ વધી જતાં ક્રિટિકલ સ્થિતિમાં સિવિલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.જેને લઇ રેલવે વર્તુળ સહિત લોકોમાં ફફટાડ પેસી ગયો હતો.

આ કર્મચારી બિમાર થતાં વલસાડ મ્યુનિસિપલમાં ચેકઅપ કરાતા પોઝિટિવ નિકળ્યા બાદ વલસાડ સિવિલમાં આરટીપીસીઆર ટેસ્ટમાં પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.આ સાથે જિલ્લામાં વલસાડમાં 1,પારડી 1 અને વાપીમાં 1 મળી કુલ 3 દર્દી કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા.જ્યારે વલસાડના 4 અને વાપી 1 મળી 5 દર્દી સારવાર બાદ સાજાં થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...