આક્રોશ:વલસાડમાં રેલવે અન્ડરપાસના ખાડાથી વિદ્યાર્થીઓને હાલાકી

વલસાડએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારે શાળાએ જતી વેળા મોટી સમસ્યાને લઇ આક્રોશ

વલસાડ શહેરના મોગરાવાડી રેલવે અન્ડરપાસમાંથી પસાર થવા બનાવવામાં આવેલી રોડની પાળી ઉપર ખાડા પડી જતાં વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ખાસ કરીને રાત મધરાત અને વહેલી સવારે ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરિયાદ ઉઠી હતી.જેના પગલે વિપક્ષના સ્થાનિક સભ્યો હરકતમાં આવી પોતે યોગદાન આપી મોડી રાતે આ ખાડાઓનું કોંક્રિટથી પુરાણ કરવાની કાર્યવાહી કરતાં લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.

વલસાડ શહેરના પૂર્વમાં આવેલા મોગરાવાડી અને અબ્રામાના રહીસો ઉપરાંત કૈલાસ રોડથી મોગરાવાડી થઇ વલસાડ આવજા કરતાં રાહદારીઓ માટે અત્રેના રેલવે અન્ડરપાસનો ઉપયોગ મહત્વનો સ્ત્રોત છે. મોગરાવાડી અબ્રામા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વહેલી સવારે વિદ્યાર્થીઓ, વાહનચાલકો, રાહદારીઓની અવરજવર વધુ હોય ત્યારે રોડની બાજૂમાં કોંક્રિટની પાળીનો રસ્તો બનાવવામાં આવ્યો હતો. જે રસ્તા પર મોટા ખાડા પડી જતાં રાત મધરાત અને વહેલી સવારે રાહદારીઓને પસાર થવુ જોખમી બનતાં મોગરાવાડીના પાલિકાના વિપક્ષના સભ્યોએ મજૂરો રોકી મોડી રાતે જ આ રસ્તાની મરામત કરાવવાનું બીડું ઝડપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...