તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:WRMSના રેલવે કર્મચારીઓનો બેધારી નીતિ સામે વિરોધ

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વલસાડમા WRMSના નેતા હેઠળ રેલવે કર્મચારીઓનો વિરોધ - Divya Bhaskar
વલસાડમા WRMSના નેતા હેઠળ રેલવે કર્મચારીઓનો વિરોધ
 • કર્મીના ભથ્થા મુદ્દે કર્મીઓએ મુદ્દા ઉઠાવ્યા

વલસાડમા WRMS દ્વારા ભારતીય રેલવે કર્મચારીઓ વિરૂઘ્ધની દમનકારી નીતિનો ભારે સૂત્રોચ્ચારો સાથે વિરોધ પ્રદર્શન કરાયો હતો. આ સાથે કોરોના કાળ દરમિયાન પશ્ચિમ રેલવેના જે કર્મચારીઓના મોતને ભેટ્યા હતા તેમના પરિવારોને નકદ રાશિની સહાય ચૂકવવા માગ કરવામાં આવી છે.સિકલાઇન,લોકશેડ પાસે સરકારના અનેક નિર્ણયો સામે પણ ભારે સૂત્રોચ્ચારો કરી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને કર્મીઓ દ્વારા ભારે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો.

નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના મહામંત્રી ડો.રાઘવૈયાના નિર્દેશ હેઠળ સમગ્ર ભારતીય રેલવે અને પશ્ચિમ રેલવેમાં WRMSના અધ્યક્ષ શરીફખાન પઠાણના માર્ગદર્શન સાથે વલસાડ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે લોકોશેડની સિકલાઇન પાસે મોટી સંખ્યામા ભેગા થઇને કોરોના કાળમાં પણ ફરજ નિભાવનાર કર્મચારીઓ પૈકી જેઓ મોતને ભેટ્યા છે તેમના પરિવારો પ્રત્યે લાગણી અને સંવેદના દર્શાવી રોકડ રાશિ સહાય રૂપે ચૂકવવા માગ ઉઠાવવામાં આવી છે.

આ ઉપરાંત નવી પેન્શન યોજના રદ કરવા,મોંઘવાર ભથ્થુ તાત્કાલિક ચૂકવવા,નાઇટડ્યુટી એલાઉન્સ તમામ કર્મચારીઓને ફરી ચૂકવવા,એમએસીપી તમામને તરત મળે તેવી માગણીઓ કરવામાં આવી છે.સરકારની દમનકારી નીતિ સામે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે ધ્યાન આકર્ષણ દિવસે રોષ દર્શાવ્યો હતો,જેમાં મોટી સંખ્યામાં રેલવે કર્મીઓએ જોડાઇને વિરોધનો સૂર ફૂંક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો