કોરોના સંક્રમણ:વલસાડમાં કોરોનાનો રાફડો,1 જ દિવસમાં 7 પોઝિટિવ કેસ

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડના એક જ મહોલ્લામાં ત્રણ કોરોના સંક્રમિત

જિલ્લામાં બીજી લહેર સમાપ્ત થયા બાદ વલસાડમાં એક જ દિવસમાં કોરોના પોઝિટિવના સાગમટે 7 કેસ પોઝિટિવ મળી આવતા ભારે ફફડાટ મચી ગયો છે. આ કેસો માત્ર વલસાડમાં જ મળી આવતા ચિંતા ઘેરી બની છે. જેમાં 2 મહિલા અને 5 પુરૂષ દર્દી સંક્રમિત થયા હતા. આ સાથે 1 દર્દી સાજો થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બીજી તરફ એક્ટિવ કેસની સંખ્યા વધીને 36 પર પહોંચી ગઇ છે.

વલસાડ જિલ્લામાં 16 ઓગષ્ટે બીજી લહેરનો છેલ્લો કેસ નોંધાયા બાદ કોરોનાના કેસો બંધ થઇ ગયા હતા. પરંતુ 8 સપ્ટેમ્બરે તિથલ રોડ ઉપર રહેતા 53 વર્ષીય દર્દી કોરોના પોઝિટિવ તથા વલસાડથી કોરોનાએ રિએન્ટ્રી મારી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર માસ દરમિયાન કોરોનાએ ફરીથી માથું ઉંચક્યું હતું, જે સિલસિલો ઓક્ટોબરમાં પણ જારી રહ્યો છે. મંગળવારે જિલ્લામાં વલસાડમાં 1 જ દિવસમાં કોરોના પોઝિટિવના સાગમટે 7 કેસ નોંધાતા આગામી દિવસોમાં ગંભીર સ્થિતિના સંકેત મળ્યા હતા.વલસાડ શહેરના એક મહોલ્લા નાનીમહેતવાડમાં 3 કેસ મળી આવ્યા હતા. જેને લઇ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર પણ સતર્ક થયું છે. વલસાડમાં નોંધાયેલા વધુ 7 કેસ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 36 ઉપર પહોંચી ગઇ છે. જેના પગલે લોકોએ કોવિડ-19ની સરકારની માર્ગદર્શિકાનો ચૂસતપણે અમલ કરવો અનિવાર્ય બનશે. માસ્ક,સોશ્યિલ ડિસ્ટેન્સિંગ, સેનેટરાઇઝિંગ જેવા નિયમો સામે આંખ મિંચામણાં જોખમી થઇ શકે છે.

સરીગામ કેડીબી સ્કૂલની વધુ એક શિક્ષિકા કોરાના પોઝિટિવ
ઉમરગામના સરીગામની કેડીબી હાઈસ્કૂલમાં શિક્ષક કોરાનામાં સપડાયા બાદ કેમ્પસમાં ચાલતી સ્કૂલ ની શિક્ષિકાનો કોરાના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા શિક્ષણ સંસ્થામાં ગભરાટ ફેલાયો છે.જેને લઇ સ્કૂલ માં ક્રમસર આરટીપીસીઆર સેમ્પલ લીધા હતા.જેમાં એક શિક્ષિકા છોડી તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કેડીબી હાઈસ્કૂલમાં શિક્ષિકાનો કોરાના રિપોર્ટ પોઝીટીવ આવતા ફરી સ્કૂલમાં ડરનો માહોલ છે. શિક્ષિકાના પરિવારનો પણ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા આગાઉ લીધેલા આરટીપીસીઆર ટેસ્ટમાં શિક્ષિકાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.ગણતરી ના દિવસોમાં શિક્ષિકાનો કોરાના રિપોર્ટ પોઝિટિવ આવતા સરીગામ ના બોનપાડા વિસ્તારમાં અરોગ્ય વિભાગ દ્વારા આરટીપીસીઆર ના 80 સેમ્પલ લઇ શિક્ષિકાના પરિવારને કોરાંટાઇન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.આ શાળા પરિસરમાં અત્યાર સુધીમાં ત્રણ શિક્ષકો કોરાના રિપોર્ટ પોઝિટિવ આતાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી ન કરતા વાલીઓ ચિંતામાં મુકાયા છે અને સંતાનોને સ્કૂલમાં મોકલવાનું બંધ કરી દેતા વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા

તાલુકોગામ સ્થળઉમરપુ,સ્ત્રી
વલસાડતિથલ રોડ76પુરૂષ
વલસાડડુંગરી54પુરૂષ
વલસાડમોગરાવાડી53પુરૂષ
વલસાડનાનીમહેતવાડ52પુરૂષ
વલસાડનાનીમહેતવાડ24સ્ત્રી
વલસાડનાની મહેતવાડ50સ્ત્રી
વલસાડમદનવાડ52પુરૂષ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...