• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Purvi Tandel, Daughter Of A Common Family In Valsad District, Got A1 Grade In Standard 12 And Made The Name Of The Society Bright.

મહેનત કરી સફળતા મેળવી:વલસાડ જિલ્લામાં સામાન્ય પરિવારની પુત્રી પૂર્વી ટંડેલે ધોરણ 12માં A1 ગ્રેડ મેળવી સમાજનું નામ રોશન કર્યું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતા અને ભાઈ શિપમાં નોકરી કરે છે, માતા હાઉસ વાઈફ છે
  • જામનબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી

ગુજરાત રાજ્યમાં આજે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં વલસાડનું 83.50% પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યાં છે. જેમાં જામનબાઈ સાર્વજનિક વિદ્યાલયમાં અભ્યાસ કરતી પૂર્વી ટંડેલે A1 ગ્રેડમાં સ્થાન મેળવી ટંડેલ સમાજનું અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

વલસાડ શહેરમાં સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા સંચાલિત જામનબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં ધો. 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી પૂર્વી અરવિંદભાઈ ટંડેલ જિલ્લામાં માર્ચ 2022માં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં 93.14 ટકા મેળવી જિલ્લામાં A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. સામાન્ય પરિવારની વિદ્યાર્થીનીએ તેના મોટા ભાઈ અને પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવા છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી મહેનત શરૂ કરી દીધી હતી. પૂર્વીના પિતા અરવિંદભાઈ ટંડેલ શિપમાં નોકરી કરે છે. છેલ્લા ઘણા વર્ષથી ટંડેલ સમાજનો એકપણ વિદ્યાર્થીએ A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું નથી. ત્યારે હાલ પૂર્વી ટંડેલ પ્રથમ વિદ્યાર્થી છે કે, જેણે A1 ગ્રેડમાં સ્થાન મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે. જેને લઈને પૂર્વીના પરિવાર અને સમાજના અગ્રણીઓએ પૂર્વી ટંડેલને અભિનંદન પાઠવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...