પ્રચાર પ્રસાર તેજ:વલસાડ જિલ્લામાં પંજાબના મુખ્યમંત્રીનો રોડ શો યોજાયો, 'આપ'ના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપિલ કરાઈ

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં આજે પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માનનો રોડ શો યોજાયો હતો. જિલ્લાના ઉમરગામ, કપરાડા અને ધરમપુર વિધાન સભા બેઠક ઉપર રોડ શો કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. ઉમરગામ શહેરના મુખ્ય માર્ગો ઉપર ભગવંત માને રોડ શો કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડી લાવવા અપીલ કરી હતી. તેમજ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતના લોકોને પણ દિલ્હી અને પંજાબની જેમ લાભો આપવામાં આવશે.

મતદારોને રીઝવવાના પ્રયાસો
રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ ચરણના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે માટે પ્રચાર પ્રસાર તેજ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના પ્રચાર માટે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન આવ્યાં હતા.

ઉમરગામ, કપરાડા અને ધરમપુર વિસ્તારમાં રોડ શો કર્યો હતો. આજે ભગવંત માને ઉમરગામ પંથકમાં ભવ્ય રોડ શો કરી મતદારોને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. ગુજરાતમાં દિલ્હી અને પંજાબ મોડલ આગળ કરીને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતીઓને મત આપવા પ્રેરિત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...