રોષ ‌:વલસાડ જિલ્લામાં જાહેર રજા રવિવારે રસીકરણનો વિરોધ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષથી આરોગ્ય કર્મીને રજા ન અપાતા રોષ ‌વ્યાપી ગયો

વેક્સિન મરજિયાત હોવા છતાં લક્ષ્યાંક પુર્ણ કરવા સરકાર દ્વારા વેક્સિનેશનનો ટાર્ગેટ અપાતા વલસાડ જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષથી જાહેર અને રવિવારની રજાના દિવસોએ પણ કોરાનાની કામગીરી કરનાર કર્મચારીઓની હાલત કફોડી બની છે. આરોગ્ય કર્મીઓના પડતર પ્રશ્નોનો પણ કોઇ ઉકેલ ન આવતા કર્મચારીઓ વિફર્યા છે.રાજ્ય સરકાર સમક્ષ મહાસંઘે 24 સપ્ટેમ્બર 2021ના રોજ સુપરત કરેલા પત્રમાં જાહેર રજાનો મુ્દ્દો રજૂ કર્યો હતો.

છેલ્લા દોઢ વર્ષથી પ્રજાને પડખે રહી સેવા બજાવનાર આરોગ્ય કર્મીઓ શારીરિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.જેની સીધી અસર તેમના કુટુંબ ઉપર સામાજિક રીતે ગંભીર અને વિપરીત અસર પડી છે.તેમ છતાં ફરજ દરમિયાન સરકાર તરફથી સોંપાયેલી તમામ કામગીરી અને કોવિડ વેક્સિનેશનની કામગીરી ખંતથી અને સફૅળતા પૂર્વક નિભાવવામાં આવી રહી છે,જેના કારણે ગુજરાત તેમાં આગળ છે.

તેમ છતાં રજાનો લાભ આરોગ્ય કર્મચારીઓને ન આપી અન્યાય કરાઇ રહ્યો છે.જેના પગલે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓ મહાસંઘને લેખિત રજૂઆતો કરાતા રાજ્યભરમાં જાહેર રજાના દિવસોએ ફરજ નહિ બજાવવાનો સર્વાનુમતે નિર્ણય કરાયો છે.17 ઓક્ટોબરથી દરેક રવિવાર અને અન્ય જાહેર રજાઓના દિવસોએ ફરજ નહિ બજાવવા મહાસંઘે વલસાડ સહિત તમામ જિલ્લાઓના કર્મચારી મંડળોને આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...