ઈદ-ઉલ-ફિત્ર(રમઝાન ઈદ) ની આજે વલસાડ શહેર સહિત રાજ્યમાં બે વર્ષ બાદ મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહ અને ઉમંગભેર ઇદની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડના ગ્રીન પાર્ક અને ઇદગાહ ખાતે ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવી હતી, કોરોના મહામારીના બે વર્ષ બાદ મુસ્લિમ બિરાદરોએ ખાસ નમાજ સાથે અદા કરી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એક બીજાના ઈદની શુભેચ્છા પાઠવી હતી.
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે તમામ ઉત્સવો ઉપર અંકુશ લગાવવામાં આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસ ઘટયા બાદ કોરોનાની અસર હળવી પડતા સરકાર દ્વારા રાજ્યમાં જનજીવન સામાન્ય કરવા માટે તહેવારોની ઉજવણી કરવાની છૂટ આપી છે, ત્યારે આજરોજ ઈદ-ઉલ-ફિત્રના પાવન અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના ગ્રીન પાર્ક અને શહીદ ચોક ખાતે આવેલી ઇદગાહ ખાતે 2 વર્ષ બાદ બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થઈ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. નમાઝ પૂર્ણ કરી અલ્લાહની ઈબાદત સાથે એકબીજાને ઇદની મુબારકી પાઠવીને ઉજવણી કરી હતી, આ પ્રસંગે શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાજ અદા કરી હતી નમાઝ બાદ એકબીજાને મુબારકબાદી પાઠવી હતી.
વલસાડના ગ્રીનપાર્ક સહિતના વિસ્તારોને તેમજ મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરોને શણગારવામાં આવ્યા હતા, ઇદના પર્વ પર મુસ્લિમ બિરાદરો દ્વારા મિષ્ટાન અને ખીર ખુરમાથી ખવડાવી એકબીજાને મુબારક પાઠવ્યા હતા, આજના સોશિયલ મીડિયાના યુગમાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારકવાદી પાઠવવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.