તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધ:વલસાડ જિલ્લામાં ધુળેટીના પર્વની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંઘ, હોળિકા દહન પણ મર્યાદિત લોકોની હાજરીમાં જ કરી શકાશે

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • કોરોના સંક્રમણના પગલે આદેશ કરાયો

આગામી તા.28માર્ચે, હોળી તથા તા.29 માર્ચ 2021ના રોજ ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. સામાન્‍ય સજોગોમાં હોળી-ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે લોકો સોસાયટી, શેરી, નાકા, જાહેર સ્‍થળો, ખુલ્લા મેદાનો તથા રસ્‍તાઓ પર મોટી સંખ્‍યામાં એકત્રિત થતા હોય છે. મોટી સંખ્‍યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શકયતા છે. આ હકીકત ધ્‍યાને રાખી રાજયમાં હાલમાં પ્રવર્તમાન કોવિડ-19ની પરિસ્‍થિતિ ધ્‍યાને લેતાં હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્‍યા સાથે હોળી પ્રગટાવી શકાશે તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે.

પરંતુ હોળી-દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ન થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન માર્ગદર્શિકાનું ચુસ્‍તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે. વધુમાં ધુળેટીના દિવસે જાહેરમાં ઉજવણી અને સામૂહિક કાર્યક્રમને પણ મંજુરી આપી શકાશે નહીં. ગૃહ વિભાગની આ સૂચનાઓનું સમગ્ર વલસાડ જિલ્લાવાસીઓને ચુસ્‍તપણે પાલન કરવા નિવાસી અધિક કલેક્‍ટર, વલસાડ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો