વલસાડ નગરપાલિકાના મોરારજી દેસાઈ શોપિંગ મોલમાં આવેલી 52 દુકાનોની જાહેર હરાજી 5મી મે ના રોજ નગરપાલિકાના સભાખંડ ખાતે યોજાઈ હતી. હરાજીમાં નગર પાલિકાના પ્રમુખ, CO અને અધિકારીઓની હાજરીમાં મોરારજી દેસાઈ શોપિંગ મોલની દુકાનોની હરાજી યોજાઇ હતી. શોપિંગ મોલમાં આવેલી 52 દુકાનોની હરાજીમાં 59 જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો. જેમાં માત્ર 18 દુકાનો હરાજીમાં વેચાઈ હતી. 18 દુકાનોની હરાજીમાં નગરપાલિકાને 8.02 કરોડની આવક થઈ હતી. શોપિંગ મોલ અંગે સોશિયલ મીડિયામાં થયેલા નેગેટિવ પ્રચારની અસરને લીધે વેપારીઓએ મોલમાં દુકાન ખરીદવામાં ઉદાસીનતા દાખવી હતી તેમ પાલિકાના COએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વલસાડ નગરપાલિકાએ પાલિકા કચેરીની બાજુમાં આવેલી પાલિકાની જગ્યામાં વર્ષ 2014-15માં સરકાર પાસેથી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી મોરારજી દેસાઈ શોપિંગ મોલ બનાવવાની શરૂઆત કરી હતી. આ મોલની બાંધકામની કામગીરી વર્ષ 2017માં મોલ બનાવવાનો કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
ગાંધીનગર અને જિલ્લા કલેક્ટર પાસેથી વહીવટી મંજૂરી મેળવ્યા બાદ નગરપાલિકાએ શોપિંગ મોલમાં 52 દુકાનોની હરાજી 5મી મેના રોજ નગર પાલિકાના સભાખંડ ખાતે હરાજી યોજાઈ હતી. હરાજીમાં વલસાડ શહેર અને આજુબાજુના 59 વેપારીઓએ ભાગ.લીધો હતો. હરાજી દરમ્યાન શોપિંગ મોલની 52 દુકાનો પૈકી 18 દુકાનો હરાજીમાં વેચાઈ હતી અને નગર પાલિકાની 8.02 કરોડની આવક થઈ હતી. મંજૂરી મેળવી કામગીરી હાથ ધરી હતી. શોપિંગ મોલમાં તેમજ ફાયર સેફ્ટીની NOC આવ્યા બાદ દુકાન ખરીદનાર વેપારી ઓને દુકાન નો કબજો સોંપવામાં આવશે.
વલસાડના મોરારજી દેસાઈ શોપિંગ મોલ અંગે સોશિયલ મીડિયામાં નેગેટિવ પ્રચારને લઈને ઘણા વેપારીઓ દુકાનની હરાજીથી દૂર રહ્યા હોવાનું પાલિકાના COએ જણાવ્યું હતું. આગામી એકથી દોઢ મહિનામાં બાકી રહેલી દુકાનોની હરાજીમાં નગર પાલિકા દ્વારા રાખવામાં આવશે. મોલની તમામ દુકાનોની ફરી હરાજી કરવામાં પાલિકાના CO સંજયભાઈ સોનીએ જણાવ્યું હતું.
સોશિયલ મીડિયામાં મોરારજી દેસાઈ શોપિંગ મોલના નેગેટિવ પ્રચારને લીધે દુકાનોની હરાજીમાં ઘણા વેપારીઓએ ભાગ લીધો હોવાનું જણાવ્યું હતું. શહેરના પ્રાઇમ લોકેશન પર આવેલા મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટરનીના નિર્માણમાં 5.50 કરોડથી 6 કરોડનો ખર્ચો થયો હોવાનું CO સંજયભાઈ સોનીએ જણાવ્યું હતું સાથે તમને ઉમેર્યું હતું કે એક વખત શોપિંગ મોલ ની દુકાનો કાર્યરત થયા બાદ નગરપાલિકાને દુકાનમાં વધુ સારો ભાવ મળશે તેમ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.