પોલીસ બેડામાં ફફડાટ:મારામારી અને છેડતીની ફરિયાદ ન નોંધતા વલસાડ રૂરલના PSI સસ્પેન્ડ

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા એસપીએ PSIને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ

4 જાન્યુઆરીના રોજ નોંધાયેલી એફઆઇઆરમાં ફરિયાદી દર્શનકુમાર શશીકાંત પટેલ ઉ.24, રહે.લીલાપોર, ગોહિલવાસ, વલસાડના જણાવ્યા મુજબ તેઓ 21 ડિસેમ્બર 2021ના રોજ રાત્રે 9.20 વાગે માતા પિતા,ભાઇ સહિત પરિવારના સભ્યો ઘરના ઓટલા ઉપર બેઠા હતા ત્યારે કણબીવાડના પલ્લવ કનુ પટેલ, અજીત ભીખુ પટેલ, દિપકઉર્ફ ચંદ્રકાંત ઠાકોર પટેલ, રાજેશ રમેશ પટેલ, મેહુલ પરસોત્તમ પટેલ, રિગ્નેશ ભરત પટેલ, રાહુલ ભરત પટેલ,જયમીન પલ્લવ પટેલ તથા અન્ય 3 ઇસમોએ પિતાજીએ ઘરમાં કેમ આવ્યા પુછતાં આ ઇસમોઅએ માર મારી માફી માગ તેમ કહી માર્યા હતા. ત્યાર બાદ ઘરના અન્ય સભ્યોને પણ મારમારી છેડતી પણ કરી હતી.

પરિવારના સભ્યોને કમ્પાઉન્ડમાં અલગ અલગ જગ્યાએ છુટા પાડી માર મારી ઘરમાં ધકેલી પ્લાસ્ટિકની ખુરશી ઉપાડી જમીન પર પછાડી દીધી હતી અને જતા જતાં ગેટ બપાસે બે વાર ફટાકડાની લૂમ ફોડી હતી. આ મામલે રૂરલ પોલીસમાં ફરિયાદ કરવા છતાં ફરિયાદ દાખલ ન થતાં આઇજી અને એસપી સુધી ઉચ્ચ અધિકારીને રજૂઆતો કરતા બુધવારે આ 8 વ્યક્તિ વિરૂધ્ધ 13 દિવસ બાદ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. જેના પગલે એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ કડક પગલું ભરી રૂરલ પોલીસ મથકનો હવાલો સંભાળતા પીએસઆઇ અમીરાજસિંહ ઝાલાને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...