ફરજમાં બેદરકારી:વલસાડના લીલાપોર ખાતે વિજય સરઘસમાં થયેલી બબાલ મામલે FIR ન નોંધનાર PSIને ફરજ મોકુફ કરવામાં આવ્યા

વલસાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PSIએ તાત્કાલિક અરજી લીધી હતી અને અરજી ઉપર ક્રોસ તપાસ ચાલી રહી હતી
  • ફરિયાદી રેન્જ IGને PSI વિરુદ્ધ ફરિયાદ કરતા રેન્જ IGના આદેશથી PSIને ફરજ ઉપરથી મોકૂફ કર્યા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મત ગણતરીમાં લીલાપોર ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડ ન.7ના વિજેતા ઉમેદવારનું વિજય સરઘ, 21 ડિસેમ્બરે ગામમાં નીકળ્યું હતું. જેમાં દર્શનકુમાર શશીકાંત પટેલના ઘરની બહાર જઈને ફટાકડા ફોડ્યા હતા. ઘર આગળ ફટાકડા ફોડવાની ના પાડતા વિજેતા ઉમેદવાર અને તેના સમર્થકો સાથે ઘરમાં ઘુસીને ફરિયાદીને પરિવારને માર મારવામાં આવ્યો હતો. અને ઘરમાં નુકશાની કરી હતી. જેની ફરિયાદ પરિવારના સભ્યોએ PSIને રૂબરૂ મળીને FIR કરવાની માંગ કરી હતી. PSIએ દર્શનભાઈ પાસેથી અરજી લઈ 151 હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જે કેસમાં આગળ કાર્યવાહી ન થતા દર્શનભાઈ અને તેમના પરિવારે સુરત રેન્જ IGને PSIની કામગીરી સામે ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે રેન્જ IGએ તાત્કાલિક અસરથી PSI અમીરાજસિંહ રાણાને તાત્કાલિક અસરથી ફરજ ઉપરથી મોકૂફ કરવાનો આદેશ કરતા વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી.

વલસાડ જિલ્લાની 300 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને 2 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાઈ હતી. જેની મત ગણતરી 21 ડિસેમ્બરે યોજાઈ હતી. વલસાડના લીલાપોર ગામમાં વોર્ડ ન. 7માં પલ્લવ કનુભાઈ પટેલ સભ્ય તરીકે વિજેતા થાય હતા. તેમણે ગત 21 ડિસેમ્બરે મતદારોનો આભાર માનવા માટે વિજય સરઘસ કાઢ્યું હતું. જેમાં ગામમાં રહેતા દર્શનભાઈ શશીકાંત ભાઈ પટેલના ઘરની બહાર પલ્લવ પટેલ અને તેમના સમર્થકોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ માનવી રહ્યા હતા. જેમાં દર્શનભાઈના પરિવારના સભ્યોએ પલ્લવભાઈના સમર્થકોને તેમના ઘરથી દૂર ફટાકડા ફોડવા જણાવ્યું હતું. જેમાં પલ્લવ પટેલ અને તેના સમર્થકોએ ઉશ્કેરાઈ જઈને દર્શન પેટલેના ઘરની કંપાઉન્ડ વોલનો દરવાજો જોરથી ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને પરિવારના સભ્યો સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. જેમાં દર્શનભાઈના પરિવારના સભ્યોને નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. અને દર્શનભાઈના ઘરમાં તોડફોડ કરી નુકશાની પહોંચાડી હતી. બુમાબુમ થતા ગામના અગ્રણીઓ વચ્ચે પડતા પલ્લવ અને તેના સમર્થકો જતા રહ્યા હતા. દર્શનભાઈ પટેલે રૂરલ પોલીસ મથકે PSIને રૂબરૂ મળીને ઘટનાની જાણ કરી આરોપીઓ સામે FIR કરવાની માંગ કરી હતી.

જે કેસમાં PSI અમીરાજસિંહ રાણાએ દર્શન પટેલ પાસેથી અરજીની નોંધ લેવામાં આવી હતી. અને પલ્લવ પટેલ અને તેના સમર્થકો સામે 151(1) હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જે કાર્યવાહીથી દર્શનભાઈ અને તેના પરિવારના સભ્યોને સંતોષ ન થતા તેમને ગત રોજ સુરત રેન્જ IGને મળીને PSIની કામગીરીની ફરિયાદ કરી હતી. જે કેસમાં સુરત રેન્જ IGએ વલસાડ રૂરલ પોલીસ મથકના PSI અમીરાજસિંહ રાણાને તાત્કાલિક અસરથી ફરજ ઉપરથી મોકૂફ કરવાનો હુકમ કર્યો હતો. અને વલસાડ રૂરલ પોલીસ મથકે દર્શનભાઈ પટેલની દરિયાદ નોંધવા આદેશ કર્યો હતો. સાથે ડુંગરીના PSI ઝાલાને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. વલસાડ રૂરલ PSI અમીરાજસિંહ રાણાને ફરજ ઉપરથી મોકૂફ કરતો હુકમ કરતા વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ જવાનોમાં સન્નાટો છવાઈ ગયો હતો.

દર્શનભાઈની ફરિયાદ અરજીને લઈને PSIએ તત્કાલિક અસરથી 151(1) હેઠળ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ છત્તા દર્શનભાઈએ આરોપીઓ સામે FIR કરવાની માંગ કરી રહ્યા હતા. જે IGના આદેશ બાદ લીલાપોરના 11 ઈસમો સામે રાયોટિંગ મુજબની ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓ

પલ્લવ કનુભાઈ પટેલ, વિજેતા વોર્ડ સભ્ય

અજીત ભીખુ પટેલ

દિપક ઉર્ફે ચંદ્રકાન્ત ઠાકોરભાઈ પટેલ

રાજેશ રમેશભાઈ પટેલ

મેહુલ પરષોત્તમભાઈ પટેલ

રિગ્નેશ ભરતભાઇ પટેલ

રાહુલ ભરતભાઇ પટેલ

જયમીન પલ્લવભાઈ પટેલ અને અજન્ય 3 ઈસમો સામે FIR નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...