વલસાડ જિલ્લાની ત્રણ નગર પાલિકા સહિત જિલ્લાની 76 નગર પાલિકાના ચૂંટાયેલા સભ્યોની ટમ પૂર્ણ થઈ જતા ચૂંટાયેલા તમામ જન પ્રતિનિધિ સામાન્ય નાગરિક બની ગયા છે. આજરોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવે વલસાડ નગર પાલિકા સહિત રાજ્યની 76 નગર પાલિકાના વહીવટદારની નિમણુક કરવામાં આવી છે. જેમાં વલસાડ નગર પાલિકામાં પ્રાંત અધિકારી વલસાડ, જ્યારે ધરમપુર અને પારડી નગર પાલિકામાં મામલતદારને વહીવટદાર તરીકે નગર પાલિકાની ચૂંટણી ન થાય ત્યાં સુધી ચાર્જ સોંપવામાં આવ્યો છે.
રાજ્યમાં ઝવેરી કમિશનની OBC બેઠક ઉપર વસ્તીના આધારે રિઝર્વેશનની માંગણી કરવામાં આવે છે. ઝવેરી કમિશનનો રિપોર્ટ રાજ્ય સરકારમાં મુક્યો ન હોવાથી રાજ્યની 75 નગર પાલિકાઓ, 2 જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયત અને કેટલીક ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી લંબાવવામાં આવી છે. જેને લઈને વલસાડ જિલ્લાના વલસાડ, ધરમપુર અને પારડી નગર પાલિકાની ટર્મ પૂર્ણ થતાં વહીવટદારની નિમણુક કરવાની બાકી હતી. આજરોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવે વલસાડ નગર પાલિકા સહિત રાજ્યની 76 નગર પાલિકામાં વહીવટદારની નિમણુક કરવામાં આવી છે. જ્યાં સુધી રાજ્યની 76 પાલિકાઓની ચૂંટણી લેવામાં ન આવે ત્યાં સુધી વહીવટદારની નિયુક્તિ કરવામાં આવી હોવાના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 76 નગર પાલિકાઓ પૈકી A ગ્રેડ ધરાવતી નગર પાલિકાઓમાં પ્રાંત અધિમારી અને બાકી અન્ય નગર પાલિકાઓમાં મામલતદારને વહીવટદાર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
વલસાડ નગર પાલિકાની સ્થાપના 1855માં કરવામાં આવી હતી. ત્યારે શહેરને 7 વોર્ડમાં વિભાજન કરવામાં આવ્યું હતું. શહેરમાં છેલ્લા મોગરાવાડી અબ્રામા વિસ્તાર નગર પાલિકામાં જોડતા શહેરમાં કુલ.14 વોર્ડ કાર્યરત હતા. ત્યાર બાદ સીમાંકન આવતા વોર્ડ ઘટાડી 11 કરવામાં આવ્યા અને કાઉન્સિલરોની સંખ્યા વધારી 44 કરવામાં આવી છે. નગર પાલિકાની સ્થાપના થઈ હતી. સ્થાપના સમયે 7 વોડ અને 17 નગર સેવકોથી નગર પાલિકાની શરૂઆત કરવામાં આવી હતી. વલસાડ નગર પાલિકામાં છેલ્લા 30 વર્ષમાં 3 વખત વહીવટદાર નિમાયા છે. જેમાં 1985, 1998 ને 2023માં વાહીવતદારનું સાશન રહ્યું હતું. વલસાડ નગર પાલિકા સહિત રાજ્યની 75 નગર પાલિકાની ચૂંટણી ખોરંભે પડી છે.
પારડી અને ધરમપુર નગર પાલિકાની સ્થાપના 14 એપ્રિલ 1994માં કરવામાં આવી હતી. પ્રથમ 1 વર્ષ નગર પાલિકામાં વહીવટદાર નીમવામાં આવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2000થી 2003 સુધી ધરમપુર નગર માં વહીવટદારની નિમણુક કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 2023માં જવેરી કમિશનના OBC મતદારોની ટકાવારી મુજબ બેઠકની માંગણી કરી હતી. જે રિપોર્ટ રાજ્ય સરકારમાં બહાલી બાકી હોવાથી ચૂંટણી લંબાવવામાં આવી છે.
નગર પાલિકાની સ્થાપના બાદ રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી શહેરનો ચૂંટાયેલી પાંખ અને સરકારના જન સુખાકારી યોજનાઓનો લાભ સરકારી કર્મચારીઓ લોકોને આપી રહ્યા છે. જ્યાં સુધી નવી ચૂંટણી સંપન્ન.ન થાય ત્યાં સુધી લોકોએ સરકારી અધિકારીઓને રજુઆત કરવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.