તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વલસાડમાં 4.50 લાખના ટેક્સ મામલે 6 બાકીદારોને મિલકત જપ્તીના વોરન્ટ

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સિલ્વર સ્ટારની 3 અને મદનવાડ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝનો વેરો બાકી

વલસાડ પાલિકા હદ વિસ્તારના ટેક્સ પેયર્સોને એડવાન્સ ટેક્સના માગણાંના બિલો તૈયાર કરી ગત એપ્રિલ માસથી બાકીદારને મોકલાની કાર્યવાહી કરવામાં આવી હતી.આ સાથે મુદ્દતવીતિ બાકીદારોને પણ જૂના ભરણાં સાથેની રકમના બિલો ઇસ્યુ કરી દઇ વહેલી તકે ટેક્સના નાણાં ભરી દેવા તાકીદ કરવામાં આવી હતી.દરમિયાન પાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા થોડા મહિનાઓથી કામગીરી મંથરગતિએ ચાલતાં ટેક્સ કલેકશન પર સખત માર પડ્યો હતો.

ટેક્સ વસુલાતની કાર્યવાહી સક્ષમ રીતે હાથ ન ધરાતા પાલિકાના વેરાની આવકનું ભરણું પણ ઓછું થઇ ગયું હતું.છેવટે પાલિકાના સીઓએ ઝડપી વેરા વસુલાત માટે ટેક્સ સુપ્રિન્ટડન્ટ રમણભાઇ રાઠોડ સાથે પરામર્શ કરતાં વેરા ઝુંબેશ ફરીથી કડક બનાવી દેવામાં આવી છે.બે દિવસ અગાઉ 7 બાકીદારોને મિલકતજપ્તીની નોટિસો જારી કર્યા બાદ વધુ બાકીદારોને પણ વેરો ન ભરે તો કડક વસુલાત કરવાનો નિર્ણય કરાયો હતો.

જેમાં સિલ્વર સ્ટારની 3 ઓફિસો,મદનવાડ અને મોગરાવાડીના બાકીદારોના કુલ રૂ.4.50 લાખના બાકી વેરા ભરવાની મુદ્દત પૂરી થઇ ગઇ છતાં ન ભરાતા પાલિકા હાઉસ ટેક્સ વિભાગે મિલકત જપ્તીના વોરન્ટ જારી કરી બજાવવામાં આવ્યા હોવાનું ટેક્સ સુપ્રિન્ટન્ડન્ટ રમણભાઇ રાઠોડે જણાવ્યુ હતું.જો કે પાલિકાની આ કડક કાર્યવાહીથી શહેરના અ્ન્ય બાકીદારોમાં પણ ફફડાટ ફેલાયો છે.

આ વેરાદારોને મિલકત જપ્તીના વોરન્ટ

નામસરનામુબાકી વેરો રૂ.
જૈન હર્ષા શ્રીપાલસિલ્વર સ્ટાર46,466
શ્રીપાલ જૈનસિલ્વર સ્ટાર31,013
આશિષ ઠક્કરસિલ્વર સ્ટાર1,06,314
ક્રિષ્ના એન્ટરપ્રાઇઝમદનવાડ1,74,403
મનસુર ઝરીનાબાનુમોગરાવાડી43,970

છીપા અઝીઝઅહમદ વિ.

મોગરાવાડી48,761

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો