તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલસાડ પાલિકાનું બજેટ ઘટયું:પ્રોજેક્ટોને પૂર્ણ કરવામાં વિલંબ થશે

વલસાડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2019-20ના બજેટને આજે સામાન્ય સભામાં બહાલી અર્થે રજૂ કરાશે, ગત વર્ષે રૂ.116 કરોડનું બજેટ ઘટીને 2020-21માં રૂ. 83.09 કરોડનું

વલસાડ પાલિકાની 15 માર્ચે મળનારી બજેટ સભામાં બહાલી માટે શાસકોએ રૂ.82.29 કરોડની આવક સામે રૂ.83.09 કરોડના ખર્ચ સાથેનું બજેટ તૈયાર કર્યું છે.જો કે ગત વર્ષે પાલિકાના બજેટનું કદ રૂ.116 કરોડ હતું જેમાં રૂ.33 કરોડનો ઘટાડો આ વર્ષે જોવા મળ્યો છે.જેમાં આ વખતે સરકારની અમૃતમ યોજનાના પ્રોજેક્ટોની ગ્રાન્ટો આવક તરીકે મળતી હતી તે પ્રોજેક્ટો મહદઅંશે પૂરા થઇ જતાં ચાલૂ વર્ષે આ મોટી ગ્રાન્ટો મળવાની નથી તેવો સંકેત આપે છે.

વલસાડ પાલિકાના ગત બજેટમાં અમૃતમ યોજના હેઠળ વિવિધ પ્રોજેકટો માટે રૂ.30 કરોડની ગ્રાન્ટની આવકનો અંદાજ મૂક્યો હતો.જેના કારણે 2019-20ના બજેટનું કદ રૂ.116 કરોડ થઇ ગયું હતું.અમૃતમ યોજના હેઠળના પ્રોજેક્ટો મહદઅંશે પૂરા થયા છે અને અમુક પૂર્ણતાના આરે છે.આ વર્ષના પાલિકાના બજેટમાં આવક રૂ.82.29 સામે ખર્ચ રૂ.83.09 કરોડ સાથેનું બજેટ તૈયાર કર્યું છે.જેની બહાલી માટે 15 માર્ચે પાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલે સભા બોલાવવા સભ્યોને એજન્ડા મોકલ્યો છે.જેમાં જોતાં ગત વર્ષ કરતા ચાલૂ વર્ષ 2020-21ના બજેટનું કદ લગભગ રૂ.33 કરોડ ઘટ્યુ હોવાનું જણાયું છે.

ગત વર્ષે વલસાડ નગરપાલિકાના બજેટમાં અમૃતમ યોજના હેઠળ સરકારી ગ્રાન્ટની આવક તરીકે શાસકોએ રૂ.30 કરોડની જંગી ગ્રાન્ટ આવકમાં લીધી હતી.જેના કારણે રૂ.116 કરોડનું બજેટ સભામાં મંજૂર કરાયું હતું.જો કે આ વર્ષે પાલિકાના નવા બજેટની રકમમાં રૂ.33 કરોડનો ઘટાડો જોવા મળ્યો છે.જેને લઇ સરકારી ગ્રાન્ટની અમૃતમ યોજનાના પ્રોજેક્ટો પૈકી પાલિકાઓને મળતી ગ્રાન્ટમાં નોંધપાત્ર ઘટાડો અને 2020-21ના બજેટમાં સરકારી ગ્રાન્ટની આવકના આંકડા ઉપર અસર થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

2019-20ના બજેટમાં રૂ.30 કરોડની ગ્રાન્ટ અમૃતમ યોજના પ્રોજેક્ટની હતી
વલસાડ નગરપાલિકાનું ગત 2019-20નું બજેટ જોતાં શાસકોએ સરકારી ગ્રાન્ટની સૌથી મોટી આવક પેટે રૂ.30 કરોડની અમૃતમ યોજનાની ગ્રાન્ટ દર્શાવી હતી.જેના કારણે આવકનો આંકડો ઉંચો રહ્યો હતો.આ વખતે પાલિકાના બજેટમાં મહેસુલી આવક ડિપોઝિટ એન્ડવાન્સીસની કુલ આવક રૂ.82.29 કરોડ જ બતાવાઇ છે.જેના કારણે અમૃતમ યોજના હેઠળ સરકારી ગ્રાન્ટની આવક મળશે કે કેમ જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

નગર પાલિકાના બજેટને કારોબારીમાં મંજૂરી અપાયા બાદ સામાન્ય સભામાં બહાલી
વલસાડ નગરપાલિકાના 2020-21ના બજેટને કારોબારી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું હતું.4 માર્ચે કારોબારી સભામાં રૂ.82.29 કરોડની આવક અને રૂ.83.09 કરોડના ખર્ચ દર્શાવતા બજેટને સામાન્ય સભાની બહાલી માટે મંજૂરી આપવામાં આવી હતી. આ વખતે બજેટ ઘટતા પ્રોજેક્ટો પૂર્ણ કરવામાં વિલંબ થઇ શકે છે. ગત વર્ષની તુલનાએ બજેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી શાસકપક્ષે બજેટના આયોજનમાં તથા વપરાશમાં ખાસ કાળજી રાખવી પડશે.

પાલિકાના એજન્ડામાં 2020-21નું બજેટ આ રીતે દર્શાવાયું

  • મહેસુલી આવક/ડિપોઝિટ અને એડવાન્સીસ રૂ.82,29,19,715
  • મહેસુલી ખર્ચ/ડિપોઝિટ અને એડવાન્સીસ રૂ.83,09,38,900
અન્ય સમાચારો પણ છે...