• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Project Of Kusum Vidyalaya, Umargam, First At District Level In Science Mathematics Environment Exhibition, Students Encouraged

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન:ઉમરગામની કુસુમ વિદ્યાલયનો પ્રોજેક્ટ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં જિલ્લાકક્ષાએ પ્રથમ, વિદ્યાર્થીઓને અપાયું પ્રોત્સાહન

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ ખાતેની શ્રીમતી આઈ.પી.ઓઝા શાળામાં 3થી 5 જાન્યુઆરી સુધી જિલ્લા કક્ષાનું વિજ્ઞાન - ગણિત અને પર્યાવરણ પ્રદર્શન- 2022-23નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં જિલ્લાની મોટાભાગની શાળાઓએ ભાગ લીધો હતો. તેકુસુમ વિદ્યાલયની વિદ્યાર્થીઓનો પ્રોજેક્ટર જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંકે પસંદ થયો હતો. નોંધનીય છે કે આ કાર્યક્રમનું આયોજન ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ, જિલ્લા માધ્યમિક શાળા વિજ્ઞાન-ગણિત મંડળ દ્વારા કરાયું હતું. ​​​​​​​​​​​​​​જેમા કુસુમ વિદ્યાલય અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ હેલી યુ. વાછાણી અને સ્નેહ એમ. વાછાણીએ વિભાગ-4 ‘ઓવર લોડિંગ પ્રિવેન્શન ફોર સસ્પેન્શન બ્રીજ’ વિષય ઉપર શિક્ષક પ્રાચી એમ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલા આ પ્રોજેક્ટની ઝોન કક્ષા માટે પસંદગી કરાઈ છે. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અર્ચના દેસાઈ અને નિયોજક વિવેક દેસાઈ દ્વારા વિજ્ઞાન શિક્ષકો અને વિદ્યાર્થીઓને જરૂરી પ્રોત્સાહન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...