હુકમ:જિલ્લામાં વિધાનસભા ચૂંટણીના પગલે પ્રતિબંધક આદેશો જારી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રચાર માટે સ્પીકરની સમયમર્યાદા નક્કી,ધરણાં પર પ્રતિબંધ

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીની આચાર સંહિતાને ધ્યાનમાં રાખી ભારતના ચૂંટણી પંચના હુકમ મુજબ વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ચૂંટણી પ્રચારના કોઈપણ હેતુ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ પરવાનગી મેળવી સવારના 6 થી રાતના 10 સુધી જ કરી શકાશે. સમગ્ર વિસ્તારમાં સવારના 6 વાગ્યા પહેલા અને સાંજના 10 વાગ્યા પછી ચૂંટણી પ્રચારના હેતુ માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા પર 10 ડિસેમ્બર સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ હુકમ ફરજ પરના ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નોડલ અધિકારી, પોલીસ અધિકારી, ચૂંટણી પંચે અધિકૃત કરેલા અધિકારીઓ, સરકારી ફરજના ભાગરૂપે કાર્યવાહી કરતા અધિકારીઓ અથવા તેઓને મદદ કરતી એજન્સીઓને લાગુ પડશે નહીં.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131તથા 136 મુજબ 3 મહિના સુધીની કેદ અથવા રૂ. 500 સુધીનો દંડ અથવા બંને પ્રકારની સજાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક થી પીએસઆઈ કે તે ઉપરના હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

17 ડિસેમ્બર સુધી પ્રતિબંધ
વિધાનસભાની યોજાનાર સામાન્ય ચૂંટણી તથા જિલ્લાની કાયદો વ્યવસ્થાની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લેતાઅધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આર.જ્હાએ સક્ષમ અધિકારીની મંજૂરી વિના વલસાડ જિલ્લાના વિસ્તારમાં 17 નવેમ્બર સુધી અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે 4 કરતા વધુ માણસોની કોઈ સભા કરવી કે બોલાવવી નહી, સરઘસ કાઢવુ નહી. આ હુકમ લગ્નના વરઘોડા કે સ્મશાન યાત્રા કે એસટી બસમાં, રેલવેમાં મુસાફરી કરવા માંગતા, મંદિર, મસ્જિદ, દેવળમાં પ્રાર્થના માટે જતી વેળા સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનોફાઈડ વ્યક્તિઓને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ફોજદારી કાર્યવાહી હેઠળ કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...