જાહેરનામું:વલસાડ જિલ્લામાં આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને વાહનોની રેલી કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી તા. 01 ડિસેમ્બર 2022ના રોજ વલસાડ જિલ્લામાં યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચુંટણીની આચાર સંહિતાને ધ્યાનમાં રાખતા તથા નિર્વાચન આયોગની તા.15મી જાન્યુઆરી 1996ની સૂચનાઓને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મુક્ત અને ન્યાયી વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે વલસાડ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.આર.જહા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ (સને-1951 ના 22 માં)ની કલમ-33(૧)(ખ) પ્રમાણે મળેલ સત્તાની રૂએ જાહેર હિતમાં વલસાડ જિલ્લામાં આવેલ સમગ્ર વિસ્તારમાં કોઈપણ વ્યકિત, સંસ્થા કે મંડળી કે રાજકીય પક્ષ, બિનરાજકીય પક્ષ તથા અર્ધ રાજકીય પક્ષ તથા આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણીના ભાવિ ઉમેદવારોને તા. 10મી ડિસેમ્બર 2022 સુધી નીચે જણાવેલ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવમાં આવ્યો છે.

1. કોઈપણ સંજોગોમાં કાર/વાહનોને 10થી વધુ વાહનો જેવા કે ટેક્ષી, ખાનગી કાર, ટ્રક, ટ્રેકટર સાથે ટ્રેલર અને વિના ટ્રેલર, ઓટોરીક્ષા, સ્કુટર, મોટર સાયકલ, બસ, મીનીબસ, માલવાહક સાધન વગેરે દ્વારા બનેલા કાફલા (Convoys) રૂપે જવા દેવાશે નહીં. કેન્દ્ર કે રાજય સરકારના કોઈ મંત્રીને અથવા કોઈ અન્ય વ્યકિતને લઈ જવાતા હોય તો પણ તે તમામ મોટા કાફલાને વિભાજીત કરવાના રહેશે. આમ છતાં આ બાબત આવા કોઈ વ્યકિત સબંધમાં આપવામાં આવેલી કોઈ સુરક્ષા સૂચનાને આધીન રહેશે.

2. ચુંટણી પ્રચાર માટે ફરતા વાહનો ઉપર પરવાનગી પત્ર તથા લાઉડ સ્પીકર સાથેના વાહનો પરત્વે તેની પરવાનગીપત્ર કે જે પરવાનગી નંબર તારીખ સહિતનો (વાહનના કાચ ઉપર લગાડેલ) હશે તો જ કાયદેસર ગણાશે. આવી પરવાનગી સક્ષમ અધિકારી દ્વારા માંગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે.

ઉપરોક્ત હુકમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ (સને-1951ના 22 માં)ની કલમ-33(1)(ખ) કાયદાની કલમ-131 હેઠળ સજા કે દંડ અથવા બન્ને પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પો.સબ ઇન્સપેકટર કે તે ઉપરનાં હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...