આદેશ:જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં દલાલ અને વચેટિયાના પ્રવેશ પર પ્રતિબંધ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ 24મી ડિસેમ્બર સુધી કલેકટરે આ પ્રતિબંધ ફરમાવ્યો છે

વલસાડ જિલ્લાની સરકારી કચેરીમાં લોકોના કામો સરળતાથી થઇ શકે અને કામ માટે કોઇએ પણ લાંચ કે રૂશ્વત ન આપવી પડે એ આશયથી સોમવારે જિલ્લા કલેકટરે એક આદેશ બહાર પાડીને અનઅધિકૃત વ્યક્તિને કચેરીમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુક્યો છે.

વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા ન્‍યાયાલયની કચેરી, જિલ્લા પંચાયત કચેરી અને બહુમાળી મકાનમાં આવેલી સરકારી કચેરીઓ, પાલિકાઓ, પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીની કચેરીઓ તેમજ જ્યાં રોજે-રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય તેવી અન્ય તમામ સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ માટે આવેલા હોય, અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ સબબ આવ્યા હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમો કે ઇસમોની ટોળકી, સદરહુ કચેરીમાં આવતી જાહેર જનતા અરજદારને ગેરમાર્ગે દોરીને કામ કરાવવા કે લલચાવીને કે ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરાવી આપવાનું જણાવતાં અનઅધિકૃત વચેટીયા તરીકે કામ કરવા ઇરાદો રાખતા આવા વ્યકિત અને ઇસમોના પ્રવેશ ઉપર તાત્કાલિક અસરથી 24મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇ પણ વ્યક્તિ ભારતીય દંડસંહતિાની કલમ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.વલસાડ જિલ્લાની પારડી, વાપી, ધરમપુર, ઉમરગામ, વલસાડ , કપરાડા તાલુકા-મામલતદાર કચેરીથી માંડી અન્ય સરકારી કચેરીઓમાં વર્ષોથી ચોક્કસ વ્યક્તિઓ દલાલીનું કામ કરતા આવ્યા છે. રૂપિયા આપ્યા વિના અરજદારોના કામ થતા નથી. સરકારી અધિકારીઓ વ્યેન કેન બહાના કાઢી કામ ટલ્લે ચઠાવે છે.

અન્ય સમાચારો પણ છે...