તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન ઘરના કે ન ઘાટના:ગુજરાતથી મહારાષ્ટ્રમાં જતી ખાનગી બસોને મહારાષ્ટ્ર બોર્ડર પર પોલસી અને RTO દ્વારા અટકાવતાં મુસાફરોની હાલત કફોડી બની

વલસાડ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારીમાં ઓછી ક્ષમતામાં મુસાફરો બેસાડવા નોટિસ આપવા છતાં વધુ મુસાફરો બેસાડતા કાર્યવાહી કરાઈ
 • પ્રાઇવેટ વાહનોમાં મુંબઈ ભાડુ ચારથી પાંચ હજાર જેટલું હોવાથી મુસાફરોની હાલત બગડી

કોરોના મહામારીને લઈને મહારાષ્ટ્ર ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પરિસ્થિતિ અતિશય ખરાબ હોવાને કારણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા અન્ય રાજ્યોમાંથી આવતી લક્ઝરી બસોમાં સીટ કરતા ઓછા પેસેન્જર બેસાડવા માટે બસ માલિકોને એક મહિના અગાઉ નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં બસના સંચાલકો નોટિસની અવગણના કરી બસની સીટો કરતા વધારે પેસેન્જરો બેસાડી મુંબઈ તરફ જતા આજે વહેલી સવારે તલાસરી આરટીઓ ચેકપોસ્ટ પર તમામ બસોને ગુજરાત તરફ પાછી મોકલવામાં આવી હતી.

40 જેટલી બસો ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર અટકાવવામાં આવીરાજસ્થાનથી મુંબઈ તરફ જતી 40 જેટલી બસો ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરના ભીલાડ ખાતે હોટલમાં વહેલી સવારથી ઉભી રાખવામાં આવી હતી. આ બસો બોર્ડર ઉપર રોકાઈ જતા અંદર મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોની હાલત કોઈને જણાવી ન શકાય તેવી થઈ ગઈ હતી. કારણ કે, બસમાં મસમોટું ભાડું આપી બેઠેલા મુસાફરો પ્રાઇવેટ વાહનનો સહારો લેવા ઇચ્છતા હોવા છતાં પણ જઇ શક્યા ન હતા. કારણ કે, ત્યાંથી પસાર થતા પ્રાઇવેટ વાહનોમાં ચારથી પાંચ હજાર જેટલું ભાડુ મુંબઈ પહોંચાડવા માગતા હોવાથી બસમાં બેસેલા પેસેન્જરો સવારે 10 વાગ્યા સુધી બસની આજુબાજુ છાયડો ગોતી અને બેઠા હતા.

બસના સંચાલકો મોબાઈલ બંધ કરીને પેસેન્જરોને અકળાયાબસના બુકિંગ ઓફિસ તેમજ માલિકનો વારંવાર પેસેન્જરો દ્વારા સંપર્ક કરતા બસના સંચાલકો મોબાઈલ બંધ કરીને પેસેન્જરોને કોઈ જવાબ ન આપતા મુસાફરો અકળાયા હતા. બસના ડ્રાઇવર રાજુએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર RTO દ્વારા બસની સ્લીપર કોચમાં 36 સીટના પાસિંગ ધરાવતી બસમાં 06 સીટ ઘટાડી 30 સીટોમાં 30 પેસેન્જર બેસાડીએ મહારાષ્ટ્રમાં એન્ટ્રી આપશે તેમ જણાવ્યું હતું. તેમ છત્તા ખાનગી લકઝરી બસના સંચાલકોએ બહોળો નફો કમાવી લેવાની લાયમાં વધારે યાત્રીઓ બેસાડી યાત્રા કરી રહ્યા હતા. જેથી તલાસરી ચેકપોસ્ટથી આવી તમામ લકઝરી બસોને ગુજરાત તરફ પરત મોકલવામાં આવી હતી.

અત્યારે રાજસ્થાન ગુજરાત તરફથી મુંબઇમાં પ્રવેશ 40 જેટલી ગાડીના 300થી વધુ મુસાફર ભિલાડ બોર્ડર પર અટવાયા છે. જે હોટલ ઉપર ગાડી રોકવામાં આવી છે. તે હોટલ માલિક પાંચ રૂપિયાની ચાના 20 રૂપિયા ઉઘરાવી હોટલ માલિકો કાળાબજારી કરી રહ્યા હોવાનું પેસેન્જરોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો