વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે વાપીમાં રોડ શો કરશે, વલસાડમાં ચૂંટણી સભાને સંબોધશે

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તમામ પક્ષોએ એડિચોંટીનું જોર લગાવી દીધી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફરીથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 19 નવેમ્બરે વડાપ્રધાન વલસાડ જિલ્લાની મુલાકાતે આવશે. વાપીમાં વડાપ્રધાનનો રોડ શો યોજાશે. જે બાદ વડાપ્રધાન વલસાડ ખાતે ચૂંટણી સભાને સંબોઘશે. ત્યારબાદ રાત્રી રોકાણ વલસાડના સર્કિટ હાઉસમાં કરશે.

પરમ ગ્રાઉન્ડ ખાતે જંગી સભાનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે દમણ એરપોર્ટથી વાપી સુધીનો 6 કિલોમીટરનો લાંબો રોડ શો કરશે. ત્યારબાદ વલસાડ ખાતે ચૂંટણી સભાને સંબોધશે. વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય ગતિવિધિ તેજ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ દમણ એરપોર્ટથી વાપીના ચલા સુધીનો 6 કિલોમીટરનો રોડ શો કરશે. ત્યારબાદ વલસાડ ખાતે એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં વલસાડ, ધરમપુર અને પારડીના કાર્યકરોને સંબોધન કરશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદારો BJP તરફી મતદાન કરે તે માટેના પ્રયાસ કરાશે. વલસાડ-ધરમપુર રોડ ઉપર આવેલા પરમ ગ્રાઉન્ડ ખાતે 3 વિધાનસભા બેઠક ઉપરના મતદારો અને કાર્યકરોની જંગી સભાને વડાપ્રધાન સંબોધશે.

ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ
આ કાર્યક્રમને લઈને વલસાડ જિલ્લા ભજપ અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા, રાજ્ય નાણાં મંત્રી કનુ દેસાઈ, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ અને જિલ્લા ભાજપમાં મહામંત્રીઓ અને જિલ્લા ભાજપ અગ્રણીઓ કાર્યકરો આયોજન અંગે બેઠકો કરી રહ્યા છે. વલસાડમાં ચૂંટણી પ્રચારના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ વલસાડ સર્કિટ હાઉસ ખાતે કરશે. જે બાદ બીજા દિવસે સવારે અન્ય કાર્યક્રમમાં જવા રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...