તડામાર તૈયારીઓ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નવેમ્બરે ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધન કરશે, વાપીમાં મોટી સ્ક્રીન લગાવાશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભાજપે કમર કસી છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે રાજ્યમાં ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધન કરશે. વડાપ્રધાનનું આ વર્ચ્યુઅલ સંબોધનનું ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠક પર જીવંત પ્રસારણ થશે. આ અંતર્ગત મંગળવારે VIA કોન્ફરન્સ હોલમાં નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ભાજપ સંગઠનના હોદ્દેદારોની બેઠક મળી હતી.

નાણામંત્રીએ કાર્યક્રમને સફળ બનાવવા જરુરી માહિતી આપી
VIA ખાતે મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ હાજર રહ્યાં હતા. કાર્યક્રમ અંતર્ગત નાણામંત્રીએ માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 1 નવેમ્બરના સાંજે 5 વાગ્યે વડાપ્રધાન મોદી નવી દિલ્હીથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરશે. આ માટે વાપીના VIA ગ્રાઉન્ડમાં મોટી સ્ક્રીન લગાવવામાં આવશે. જ્યાં કાર્યકરો અને હોદ્દેદારો એ હાજર રહીને વડાપ્રધાનનો લાઈવ કાર્યક્રમ નિહાળવાનો છે.

વિવિધ અગ્રણીઓ હાજર રહ્યા
વિધાનસભાની ચૂંટણી 2022ની તૈયારી માટે આ કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો હાજર રહે તે માટે હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં નાણામંત્રી કનુ દેસાઈ, નપા ઉપપ્રમુખ અભય શાહ, શહેર ભાજપ પ્રમુખ સતીષ પટેલ, વીઆઈએના પ્રમુખ કમલેશ પટેલ અને તમામ મુખ્ય સંગઠનના હોદ્દેદારો, મંડળ પ્રમુખો, ગામના સરપંચ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...