વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં વડાપ્રધાન મોદીની જાહેર સભા યોજાયા બાદ હવે 19 નવેમ્બરના રોજ ફરીથી વડાપ્રધાન વલસાડ જિલ્લાની મૂલાકાતે આવી રહ્યા છે.તેઓ વાપીમાં 1 કિમીનો ભવ્ય રોડ શો કરશે.જેનું આયોજન કરવાની તૈયારી શરૂ કરાઇ છે.આ સાથે તેઓ વલસાડ તાલુકાના જૂજવા ખાતે જાહેર સભાને સંબોધન કરવાના છે.વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોમાં ભારે દોડધામ થઇ રહી છે.
આ સંજોગો વચ્ચે 7 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના નાનાપોંઢામાં જાહેર સભા યોજાયા બાદ હવે 19 નવેમ્બરના રોજ વલસાડ જિલ્લાની ફરી મૂલાકાતે મોદી આવી રહ્યા છે.તેઓ વાપીમાં 1 કિમીનો ભવ્ય રોડ શો કરશે અને ત્યારબાદ વડાપ્રધાન મોદી વલસાડ ખાતે જાહેર સભાને સંબોધન કરશે.ડાભેલ ચેક પોસ્ટથી વાપી ચલાના રૂટ ઉપરપ વડાપ્રધાનનો રોડ શો કરવામાં આવશે.જ્યારે વલસાડના જુજવા ખાતે તેમની જાહેર સભા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જ્યાં તમામ તૈયારીઓ હાથ ધરવા માટે ભાજપના આગેવાનો જુૂજવા ખાતે તૈયારીને ઓપ આપવા પહોંચ્યા હતા. મોદીની જિલ્લાની ફરીથી મૂલાકાતના પગલે ધરમપુર, પારડી, વલસાડ વિધાનસભા બેઠકના ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહની લાગણી વ્યાપી ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.