મીટીંગ:સેલવાસમાં પ્રધાનમંત્રીના આગમનની તડામાર તૈયારી

સેલવાસ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નપાના COએ વિવિધ એસો. સાથે મીટીંગ કરી

દાનહ દમણ દીવમાં 30 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રાને ધ્યાનમાં લઇ સેલવાસ પાલિકા ચીફ ઓફિસર ડો.સુનબ સિંહ દ્વારા કોન્ફરન્સ હોલમાં રેજીડેંટ વેલફેર એસોસિએશન, રિલિજિયસ લીડર્સ, વેપારી એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, હોટલ એસોસિએશન સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રધાનમંત્રીની મુલાકાતને ઉત્સાહપૂર્વક ભાગીદારીથી સફળ બનાવવા માટે જરૂરી દિશા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...