વડાપ્રધાનની ગુજરાત મુલાકાત:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાપી ખાતેના રોડ શોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો, વલસાડમાં જંગી સભાનું આયોજન

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે 19 નવેમ્બરે વડાપ્રધાન વલસાડ જિલ્લાની મુલાકાતે આવશે. વડાપ્રધાન વાપીમાં રોડ શો તેમજ વલસાડમાં સભા સંબોધશે, જેને લઈ તમામ તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. સંઘ પ્રદેશ દમણ એરપોર્ટથી વાપી સુધી રોડ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વાપી ખાતે મતદારો અને ભાજપના કાર્યકરોને ઉભા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી
વલસાડ તાલુકાના જૂજવા ખાતે 50 હજારથી વધુ કાર્યકરો અને મતદારોને વડાપ્રધાન સંબોધન કરશે. જેને લઈ જિલ્લા ભાજપ દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. વડાપ્રધાન સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરવાના હોવાથી વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જૂજવા ખાતે આયોજીત સભામાં 50 હજારથી વધુની મેદની ઉમટશે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડની મુલાકાતે આવી રહ્યો છે. વડાપ્રધાન દમણથી વાપી સુધી રોડ શો અને ત્યારબાદ વલસાડના જૂજવા ખાતે કાર્યકરોને સંબોધન કરશે. કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. આજે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દમણ ભાજપ અને વલસાડ જિલ્લા ભાજપ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી રહી છે. જિલ્લાના મતદારો અને BJPના કાર્યકરોને જૂજવા ખાતે જંગી સભામાં સંબોધન કરશે. સભા મંડપ ઉપર 50 હજાર લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સભા મંડપની નજીકમાં વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને આવન-જાવન માટે તકલીફ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. સભા મંડપ અને આજુબાજુના વિસ્તારમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. આજે વલસાડ પોલીસે રિહર્સલ કરીને ખૂટતી કડીઓ પૂરતી કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વલસાડ જિલ્લા પોલીસ વિભાગ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા ભાજપે આજે કાર્યાલય ખાતે એક પત્રકાર પરિસદનું આયોજન કર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખે કાર્યક્રમ અંગે જરૂતી વિગત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...