ખાતમુહૂર્ત:દાનહમાં 30મી નવેમ્બરે પીએમ વિઝીટની તાડમાર તૈયારીઓ શરૂ

સેલવાસ‎3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંઘપ્રદેશના અનેક મહત્વના યોજનાઓનું ખાતમુહૂર્ત કરાશે

દાદરા નગર હવેલીમાં 30નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી વિઝિટની તૈયારી ચાલી રહી છે પ્રશાસન સાથે લોકભાગીદારીથી શણગારવામાં આવશે. પ્રદેશની અનેક મહત્વની યોજનાઓનુ ખાતમુહૂર્ત સાથે તૈયાર યોજનાઓનુ લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે કરવામા આવશે.દાનહમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવતી 30નવેમ્બરના રોજ આવી રહ્યા છે જેને લઇ એપીજે અબ્દુલ કલામ કોલેજના હોલમા પ્રશાસક પ્રફુલભાઇ પટેલની અધ્યક્ષતામા જનપ્રતિનિધિઓ સામાજીક સંગઠનો તેમજ ઉદ્યોગ જગતના લોકો સાથે બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

છેલ્લા સાત વર્ષમા કેન્દ્ર તરફથી અનેક સોગાતો મળી છે જેમા એક નાના પ્રદેશમા 150સીટની મેડીકલ કોલેજ અને એ પણ ખાતમુહૂર્ત કર્યાના ગણતરીના સમયમા તબીબી તાલીમ ઉભી કરાવી એ એક મહત્વની ઘટના કહી શકાય જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે એની સાથે વિવિધ શૈક્ષણિક અને વિકાસીય કાર્યોનુ પણ ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરવામા આવશે. હોલમાં ઉપસ્થિત લોકોને પ્રશાસક પ્રફુલભાઇ પટેલે જણાવ્યુ કે પ્રધાનમંત્રીના આગમનને પ્રદેશના દરેક લોકો એક ઉત્સવના રૂપે લેશે અને એમણે જે પ્રદેશના વિકાસને ગતિ આપી છે.

એના આભાર રૂપે સ્વૈચ્છિક રીતે ફળિયા મહોલ્લાને શણગારી પ્રધાનમંત્રીનુ સ્વાગત કરવા કરી ઉત્સવ મનાવવા આહવાન કર્યું હતું. આ અવસરે પ્રશાસક પ્રફુલભાઇ પટેલ,દમણના સાંસદ લાલુભાઇ પટેલ,દાનહ જીલ્લા પંચાયત પ્રમુખ નિશા ભાવર, દમણ જીલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલ,સેલવાસ પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણ સહિત ઉદ્યોગપતિઓ, સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...