તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્ય સરકારના પંચાયતો, ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે કોવિડ-19 વેક્સિનેશન માટે જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ અને આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓની યાદી તૈયાર કરવા પરિપત્ર પાઠવી આદેશ કરતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી કચેરીઓમાં કવાયત શરૂ કરી દેવામાં આવી છે.
ટૂંક સમયમાં કોરોનાના રસીકરણ માટે વેક્સિનેશન નેટવર્ક ઉભું કરવા સરકારે નક્કી કરતાં વલસાડ જિલ્લામાં પણ જિલ્લા તંત્રની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટર આર.આર.રાવલે તમામ વિભાગોને ડેટા એન્ટ્રી તૈયાર કરવા આદેશ કર્યા છે. આ વેક્સિનેશન માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓનો પ્રથમ સમાવેશ કરાતા વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ પણ યાદી તૈયાર કરવાની મથામણમાં જોતરાઇ ગયું છે. સરકારે નક્કી કર્યા મુજબની ગાઇડલાઇન પંચાયતો, ગૃહ નિર્માણ અને ગ્રામવિકાસ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીએ સ્ટેટ સ્ટિઅરિંગ કમિટિની બેઠક બાદ વેક્સિનેશન માટે ફ્રન્ટલાઇન કર્મચારીઓની યાદી તૈયાર કરવા આદેશ કર્યો છે. જેના પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સહિત તમામ સરકારી, અર્ધ સરકારી અને આવશ્યક સેવા વિભાગના કર્મચારીઓની ડેટા બેઝ એન્ટ્રી મોકલી દેવા પરિપત્ર રવાના કર્યો હતો.
9મી સુધીમાં ડેટા તૈયાર કરવા સૂચના
કોવિડ-19 રસીકરણ માટે રાજ્ય સરકારના તમામ વિભાગો તથા જિલ્લાની તમામ સરકારી ખાતાના વડાઓને પંચાયત,ગ્રામ્ય ગૃહ અને ગ્રામ વિકાસ વિભાગે 9 ડિસેમ્બર 2020 સુધીમાં જ ડેટા એન્ટ્રી સાથે યાદી તૈયાર કરવા આદેશ કર્યો છે.
આ સરકારી વિભાગોના કર્મીઓનો સમાવેશ કરાશે
આ અર્ધ સરકારી વિભાગોના કર્મીઓ
પંચાયત-પુરવઠા વિભાગ, સહકારી રજિસ્ટ્રાર (સહકારી સંસ્થા APMC સ્ટાફ),રેવન્યુ એટીવીટી ઓપરેટર્સ
આ આવશ્યક સેવાઓમાં કાર્યરત કર્મીઓ
ખાનગી અને કો. ઓપરેટિવ બેંકો, દુધ મંડળીઓ (રજિસ્ટ્રાર ઓફિસ), કરિયાણાના દૂકાનદારો, કામદારો, શાકભાજી- ફ્રુટ વેન્ડર્સ, પાનની દૂકાનો, દૂધવાળા- પ્રચાર માધ્યમ સાથે સંકળાયેલા (માહિતી વિભાગ મારફત), ખાનગી ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સ, કન્ડક્ટરો
સીધી વાત - આર.આર. રાવલ, કલેક્ટર
(1) વેક્સિનેશન માટે જિલ્લામાં કેવી તૈયારી છે
-ગાઇડલાઇન મુજબ તમામ વિભાગોના કર્મીઓની યાદીની ડેટા એન્ટ્રી છેલ્લા તબક્કામાં છે
(2) કેવી રીતે વેક્સિનેશન નેટવર્ક તૈયાર કરાશે?
જિલ્લામાં નક્કી કરેલા સ્થળોએ રસીકરણ બુથ, રસીના સ્ટોરેજ, સ્ટોરેજ ક્ષમતા સુનિશ્ચિત થશે
(3) પ્રથમ તબક્કે કોને રસી આપી શકાય તેમ છે?
જેમણે કોરોના વોરિયર્સનું સક્રિય કામ કર્યું છે.
(4) ખાસ પ્લાનિંગમાં શું કરાશે
-રોડ મેપ દ્વારા આયોજનબધ્ધ કોવિડ-19 વેક્સિનેશન કરાશે. એક્શન પ્લાનની તૈયારી ચાલી રહી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.