વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતી 16 વર્ષીય સગીરા ઘરના કામ અર્થે રિક્ષામાં જઈ રહી હતી. ત્યાં સગીરાના મામા સગીરાને મળી જતા મામાની બાઈક ઉપર સગીરાને તેના મિત્રના ઘરે લઈ જાય છે. જ્યાં મામા સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. ત્યાર બાદ સગીરાના મામા તેના ઘરથી થોડે દુર સગીરાને મૂકી જતા રહ્યા હતા. સગીરાના પરિવારજનો સગીરાની શોધખોળ હાથ ધરી હતી. સગીરા ઉપર થયેલા દુષ્કર્મને લીધે સગીરા સ્તબ્ધ બની ગઈ હતી. સગીરાની મોટી બહેન આવતા સગીરાએ તેના ઉપર વીતેલી તમામ હકીકત જણાવી હતી.
આ કેસ વલસાડ કોર્ટમાં તબક્કાવાર ચાલી જતા DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની આરોપી મામાને તકસીરવાન ઠેરાવી પોક્સો ઍક્ટ હેઠળના સ્પેશિયલ જજ એમ આર શાહે દુષ્કર્મ આચરવા બદલ 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સાથે 7 લાખ રૂપિયા સગીરાને વળતર તરીકે ચૂકવવા આદેશ કર્યો છે.
કેસની વિગત એવી છે કે,ઉમરગામ જીઆઇડીસીમાં નોકરી કરતી એક 16 વર્ષીય સગીરા 6 જૂલાઇ 2016ના રોજ નિયત ક્રમ પ્રમાણે કંપનીમાં નોકરી જવા ઘરેથી 8 વાગ્યે નિકળી હતી.પરંતું સાંજે 6 વાગ્યા સુધી પરત ન આવતા માતા પિતાએ શોધખોળ કરવા છતાં મળી ન હતી.7 જૂલાઇના રોજ માતાએ કંપનીમાં પહોંચી વોચમેનને તેમની દીકરી ગતરોજ કામે આવી હતી કે કેમ તે પૂછતાં વોચેમેને ના કહ્યું હતું.તે જ દિવસે માતા પિતા જમાઇ વિગેરે સાંજે 7 વાગ્યે તેમની દીકરીની શોઘખોળ માટે રિક્ષા લઇને ઉમરગામ તરફ જતા હતા ત્યારે વારોલી નદીના પુલ પાસે રોડ ઉપર સગીરા ચાલતી આવી રહી હતી.જેથી રિક્ષા ઉભી રાખી સગીર દીકરીને રિક્ષામાં બેસાડી ઘરે લાવ્યા હતા અને સગીરા ખુબ ગભરાયેલી અને રડવા લાગી હતી.
ચારેક દિવસ સુધી સગીરા ગભરાયેલી હાલતમાં બેસી રહેતી હતી.દરમિયાન માતા પિતાની મોટી દીકરીને બોલાવી પુછપરછ કરતા સગીરાએ આપવીતિ જણાવી હતી.જેમાં સગીરા કંપનીમાં 6 જૂલાઇ 2016ના રોજ જતી હતી ત્યારે તેના દૂરના મામા દિપક ભાવરે તેના મિત્ર અજય સાથે બાઇક પર આવીને હાથ પકડીને બાઇક ઉપર બેસાડી અજયના ઘરે લઇ જઇ દિપકે સગીર ભાણેજ ઉપર 3 વાર દૂષ્કર્મ કરી બીજા દિવસે રસ્તા પર છોડી તેને ઘરે મોકલી આપી હતી.આ કેસમાં યુવતીની માતાએ ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો હેઠળ દિપકની ધરપકડ કરી હતી.
કેસ વલસાડ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ડીજીપી અનિલ ત્રિપાઠીની તાર્કિક દલીલો ગ્રાહ્ય રાખી પોક્સો એક્ટ હેઠળના સ્પે.જજ એમ.આર.શાહે આરોપી દિપક ભાવર ઉ.31નાને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી રૂ.5 હજારનો દંડ,દંડ ન ભરે તો વઘુ 1 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.આ સાથે પિડીતાને રૂ.7 લાખનું વળતર ચૂકવવા જિ.કાનુની સેવા મંડળને આદેશ કર્યો હતો.
મિત્રના ઘરે લઇ જઇ ચાકૂથી મારી નાંખવાની ધમકી આપી દૂષ્કર્મ આચર્યુ હતું
દૂરના મામાએ ભાણેજને કહ્યું કે,તું મારી સાથે ખુશ રહીને રહેજે, તારે કોઇ સાથે બોલવું નહિ અને જો કંઇ પણ બોલશે તો ચાકૂથી મારી નાંખીશ એમ ધમકી આપી હતી.સગીરાને અજયના ઘરે ખોલીમાં સગીરાને રાખી હતી.રાત્રે સગીરા સૂઇ જતાં 10 ના સુમારે મામા દિપકે આવીને તેના પર વારંવાર બળજબરીથી દૂષ્કર્મ ગુજાર્યો હતો.બીજા દિવસે સવારે 8 વાગ્યે ભાણેજને બાઇક પર બેસાડી ટીંભી ગામે ઉમરગામ સંજાણ જતા રસ્તે છોડી ચાલી ગયો હતો.
જાતીય ગુનામાં દયા રાખવાથી સમાજમાં ખોટો સંદેશ જાય તેમ છે : સેશન્સ કોર્ટ
કોર્ટે આ કેસમાં જણાવ્યું કે,આવા ગુનામાં સજા કરવામાં હળવાશ રાખી શકાય નહિ.ભોગ બનનારની જિંદગી બનાવના કારણે મુશ્કેલ બની જાય છે.સગીર બાળકો સાથે જાતીય બાબતોના ગુના વધતા જાય છે,જેથી આવા ગુનામાં દયા રાખવાથી સમાજમાં ખોટો સંદેશો જાય તેમ છે.જેથી ગુનો પુરવાર થયાનું ધ્યાને રાખી આરોપીને મહત્તમ સજા કરવી જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.