જામીન નામંજૂર:પારડીની 13 વર્ષીય સગીરાને ભગાડી ગર્ભવતી બનાવવાના કેસના આરોપીના જામીન પોક્સો કોર્ટે નામંજૂર કર્યા

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શખ્સ સગીરાને લગ્નની લાલચ આપી ઘરેથી અપહરણ કરી બિહાર પોતાના વતન લઈ ગયો હતો
  • DGP અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી સ્પેશ્યલ જજે આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો

વલસાડ જિલ્લાના પારડીના બાલદા ખાતે રહેતો 28 વર્ષીય યુવક પારડી તાલુકામાં રહેતી 13 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ઘરેથી અપહરણ કરી બિહાર પોતાના વતન લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા ઉપર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હતી. જે કેસમાં ઝડપાયેલા આરોપીએ 4થી જાન્યુઆરીએ વલસાડની પોક્સો એક્ટ હેઠળની સ્પેશિયલ કોર્ટમાં જામીન પર મુક્ત થતા જામીન અરજી રજૂ કરી હતી. જેમાં DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને પોક્સો એક્ટ હેઠળના સ્પેશ્યલ જજ એમ.આર.શાહે આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

પારડી તાલુકાના બાલદા ખાતે રહેતો 28 વર્ષીય યુવક પારડી તાલુકામાં રહેતી સગીરાને 21 ઓગષ્ટ, 2020ના રોજ વહેલી સવારે લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. જેની પરિવારના સભ્યોએ નજીકમાં તપાસ કરતા બાલદા ખાતે રહેતા 28 વર્ષીય યુવક સાથે તેણી વધારે વાતો કરતી હોવાનું સામે આવ્યું હતું. જેથી સગીરાના પિતાએ સગીરાના અપહરણની FIR પારડી પોલીસ મથકે નોંધાવી હતી. જે કેસ અંતર્ગત સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ચીંટુ નામના યુવકે ભગાડીને દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી.

આ કેસમાં ઝડપાયેલા ચીન્ટુપ્રસાદ વિરૂદ્ધ પારડી પોલીસે ચાર્જશીટ દાખલ કરતા આરોપી ચીન્ટુએ 4થી જાન્યુઆરીના રોજ વલસાડની પોક્સો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જે કેસ ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડ પોક્સો એક્ટ હેઠળના સ્પેશ્યલ જજ એમ.આર.શાહે આરોપી ચીંન્ટુ પ્રસાદના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...