તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Post Office At Pardi In Valsad District Valsad Post Office Paying The Sum Insured After The Death Of The Insured Beneficiary

સહાય:વલસાડ જિલ્લાના પારડી ખાતે પોસ્ટ ઓફિસમાં ઇન્શ્યોરન્સ મેળવનાર લાભાર્થીના મૃત્યુ બાદ વિમાની રકમ ચુકાવતી વલસાડ પોસ્ટ ઓફિસ

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે મનરેગા યોજનામાં એક દિવસ પણ મજૂરી કરનાર શ્રમિકોને એક વર્ષનું સુરક્ષા કવચ પણ આપવાની જાહેરાત કરી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાની પોસ્ટ ઓફિસમાં એક શ્રમિકે બચત ખાતું ખોલાવ્યું હતું. જે બાદ શ્રમિક કોવિડ સંક્રમિત થતા મૃત્યુ પામ્યો હતો. જે ઘટનાની જાણ પોસ્ટ ઓફિસના અધિકારીઓને થતા શ્રમિકને પરિવાર જનોને પોસ્ટ ઓફિસની બચત ખાતાના વીમા હેઠળ 2 લાખના વિમાનો રકમ મંજુર થતા પોસ્ટ ઓફિસના અધિકારીઓએ શ્રમિકને પરિવારજનોને વિમાની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો.

પારડી તાલુકાના ડુંગરી ગ્રામપંચાયત ખાતે બુધવારે પારડી પોસ્ટ ઓફિસ દ્વારા વીમો લેનાર ગરીબ વર્ગના એક પરિવારના સભ્યનું મૃત્યુ થાય બાદ તેના પરિવારના સભ્યોને વિમાની રકમની રૂ.2 લાખનો ચેક નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વીમા યોજના ગરીબ મજૂર વર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા બાદ સ્વજનો ગુમવનાર પરિવારને વીમા યોજના હેઠળ પોસ્ટ ઓફિસના અધિકારીના હસ્તક ડુંગરી ગ્રામપંચાયતના પટાંગણમાં ભાનુબેન રમેશભાઈના સૌજન્ય થકી મફત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલવામાં આવ્યું હતું. જેમાં રૂ.2 લાખનો ચેક વલસાડ પોસ્ટ ઓફિસના સુપ્રિડેંન્ટન શિશિરકુમારના હસ્તે પરિવારના સભ્યોને આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પારડી તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે સરકારની મનરેગા યોજના હેઠળ મજૂર વર્ગ ગામમાં મનરેગા યોજના હેઠળ મજૂરી કરનાર શ્રમિકને વર્ષનો અકસ્મિત અકસ્માતના ઇન્શ્યોરનો લાભ પણ આપશે. શ્રમિક વર્ગને કામ સાથે સુરક્ષા કવચ પણ પ્રદન કરવા આવશે. સરપંચ દ્વારા ઇનસ્યુરન્સ વીમા પોલિસી આપવામાં આવે છે. જેમાં અકસ્માત માં મૃત્યુ પામનારના પરિવારને આ વીમા યોજના આજે ખૂબ ઉપયોગી નીવડી હતી. આ પ્રસંગે વલસાડ સબ ડિવિઝન ના સંદીપકુમાર, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક મેનેજર વિનયકુમાર, આસિસ્ટન્ટ મેનેજર દીપ, પોસ્ટ માસ્ટર ઉદવાડાના ઉમેશ માહ્યવંશી, ડુંગરી પોસ્ટમાસ્તર ભાનુબેન રમેશભાઈ રાઠોડ, વગેરે ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...