તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના નો કહેર:વલસાડ અને કપરાડામાં મહિલા સહિત 2 કોરોના પોઝિટિવ કેસ, કાંજણરણછોડના દર્દીએ કોરોનાને માત આપી

વલસાડ6 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણનું જોર નવેમ્બરમાં નરમ પડ્યું હતું,પરંતુ 8 નવેમ્બરથી કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા ધીમે ધીમે વધવા માડતાં જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે દોડધામ શરૂ કરી દીધી છે.ઠેર ઠેર સ્ક્રીનિંગ અને ધનવંતરી રથ દ્વારા સ્વૈચ્છિક તપાસનો દૌર શરૂ કર્યો છે.વલસાડમાં ગુરૂ‌વારે તાલૂકાના કાંઠાના હિંગરાજ ભદેલીજગાલાલા ગામે 30 વર્ષીય યુવાનનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં સારવારની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.

જ્યારે જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર ધરાવતા કપરાડા તાલુકામાં આવેલા મોટાપોંઢાના ગામતળ ફળિયામાં રહેતી 38 વર્ષીય મહિલા પણ કોરોના સંક્રમિત થઇ જતાં આ સ્થળોને કન્ટેઇન્મેન્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.વલસાડ જિલ્લામાં ગુરૂવારે 2 કેસ નોંધાતા સિવિલ કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 13 થઇ ગઇ છે.ચારેક દિવસ પહેલા એક્ટિવ કેસ ઓછાં હતા,જેમાં વધારો થતા સંક્રમણ રોકવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે.બીજી તરફ વલસાડ કાંજણરણછોડમાં 55 વર્ષીય દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો