ખતરાની ઘંટી:વલસાડના ગ્રામ્ય વિસ્તારની 2 મહિલા કોરોના પોઝિટિવ, એક્ટિવ કેસ 4

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લો મુક્ત થયા બાદ 9 સપ્ટેમ્બરે 1 કેસ નોંધાયા બાદ ફરી નવા 2 કેસ નોંધાયા

વલસાડ જિલ્લામાં ગણેશોત્સવના પૂર્ણ થવાના હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે કોરોનાનો સળવળાટ સામે આવ્યો છે.વલસાડના બે ગામમાં કોરોનાના 2 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ શરૂ થઇ છે.આ બંન્ને કેસમાં મહિલાઓ સંક્રમિત થઇ છે.હાલમાં જિલ્લામાં 4 કેસ એક્ટિવ છે.જો કે આરોગ્ય તંત્રના વેક્સિનેશન ડ્રાઇવ વચ્ચે વધુ 2 કેસ આવતાં સાવધાની જરૂરી બની છે. વલસાડ જિલ્લામાં ઓગષ્ટ માસમાં માત્ર 2 કેસ નોંધાતા કોરોના સંક્રમણ ઝડપથી ઘટી ગયું હતું.16 ઓગષ્ટે છેલ્લો 1 કેસ નોંધાયો હતો.

ત્યારબાદ જિલ્લામાં કોરોના ગાયબ થયેલો જણાતા લોકોમાં રાહત જોવા મળી હતી.પરંતુ 22 દિવસ બાદ 9 સપ્ટેમ્બરે વલસાડના તિથલ રોડ ઉપર જી-1 સુપ્રભા એપાર્ટમેન્ટમાં એક 36 વર્ષીય મહિલાનો કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો.ત્યારબાદના એક સપ્તાહ પછી કોરોના સંક્રમિત વધુ 2 દર્દીના કેસ આવતાં સંક્રમણ વઘવાની ભીતિ સર્જાઇ છે.

હાલમાં ગણેશ ચતુર્થીના તહેવાર બાદ સપ્ટેમ્બર દરમિયાન અત્યાર સુધી કુલ 3 કેસ સામે આવ્યા છે.ઓગષ્ટમાં કુલ 2 કેસ હતા અને સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહ સુધી 3 કેસ મળી આવ્યા છે,જેને લઇ ચિંતા વધી છે.ગણેશ મહોત્સવને હવે માત્ર 2 દિવસ રહ્યા છે ત્યારે લોકોએ વધુ સાવઘાની વર્તવાની જરૂરત વર્તાઇ રહી છે.

વલસાડમાં ક્યાં કેસ નોંધાયા
તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
વલસાડડુંગરી,ઉતારા ફળિયું48સ્ત્રી
વલસાડખજુરડી, પાટીદાર સ્ટ્રીટ48સ્ત્રી

વેક્સિનના નાઇટ સેશન શરૂ કરી દીધાં

વલસાડ જિલ્લામાં કોરોના સામે સુરક્ષાકવચ રાખવા વેક્સિનેશન ઝડપી બનાવ્યું છે.તેના માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ,તા.પં.ન સભ્યો,સરપંચ અને આગેવાનો સાથે મળી ગામડાઓમાં ઘરે ઘર પહોંચી જ્યાં લોકો રોજગાર માટે દિવસ દરમિયન બહાર જતાં હોય તેવા વિસ્તારોમાં રાત્રે સ્ટાફ સાથે પહોંચી વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...