• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Polling Will Be Held In Valsad District For 300 Seats Of Sarpanch And 2150 Seats Of Members, 955 Polling Stations Have Been Fixed For Polling.

ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ:વલસાડ જિલ્લામાં સરપંચની 300 અને સભ્યોની 2150 બેઠક માટે મતદાન યોજાશે, મતદાન માટે 955 મતદાન મથકો નક્કી કરાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ પદ માટે 815 અને સભ્ય પદ માટે 5200 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા

રાજ્ય ચૂંટણી પંચે રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી હતી. જેમાં વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં 327 બેઠકો ઉપર સરપંચ અને ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે 2999 બેઠક ઉપર ચૂંટણીની જાહેરાત થઈ હતી. જે પૈકી 24 ગ્રામ પંચાયતમાં આવેલી તમામ સભ્યોની બેઠકો બિન હરીફ જાહેર થતા 24 ગ્રામ પંચાયતને સમરસ જાહેર થઈ હતી. જ્યારે 29 ગ્રામ પંચાયતના સભ્યોની બેઠકો ઉપર એકપણ ઉમેદવારોએ ઉમેદવારી ન નોંધાવતા લોકો ચોકી ઉઠ્યા હતા. જે સાથે વલસાડ જિલ્લાની 300 ગ્રામપંચાયતના સરપંચ પદ માટે કુલ 815 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જ્યારે 2150 વોર્ડ સભ્યોની બેઠક માટે કુલ 5200 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. 19મી ડિસેમ્બરના રોજ 955 મતદાન મથક ઉપર 4,01,643 પુરુષ મતદારો અને 3,85,655 સ્ત્રી મતદારો તેમના ગામના અને વોર્ડ સભ્યોના ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ધડશે.

વલસાડ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાંતિ પૂર્ણ મતદાન થાય અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે. મતદારોને કોઈપણ ઉમેદવારોના દબાણમાં દબાણ કે ધમકીમાં આવ્યા વગર નિર્ભય બની તમારી પસંદગીના જ ઉમેદવારોને મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીએ એક અપીલ કરી છે. સાથે મતદારોને 100% મતદાન કરવા પણ અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...